Delhi High Court Restricts Sale of Sanjay Kapur’s Rs 30,000 Crore Assets Over Fraud Allegations

Last Updated: April 30, 2026By

3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે સંજય કપૂરની 30 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કોર્ટે સંજયની સંપત્તિઓને સુરક્ષિત રાખવાનો આદેશ આપતા તેની ત્રીજી પત્ની, પ્રિયા સચદેવા કપૂરને સંપત્તિ વેચતા રોકી છે. આ આદેશ કરિશ્મા કપૂરના બાળકો, કિયાન અને સમાયરાની અરજી પર આપવામાં આવ્યો છે.

સંજય કપૂરને બીજી પત્ની કરિશ્માથી બે બાળકો, સમાયરા અને કિયાન છે, જ્યારે ત્રીજી પત્ની પ્રિયાથી એક દીકરો છે.

સંજય કપૂરને બીજી પત્ની કરિશ્માથી બે બાળકો, સમાયરા અને કિયાન છે, જ્યારે ત્રીજી પત્ની પ્રિયાથી એક દીકરો છે.

મોંઘી ઘડિયાળો, કિંમતી ઘોડાનો ઉલ્લેખ ન કરાયાનો આક્ષેપ કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાએ કોર્ટમાં દાવો કર્યો છે કે, પ્રિયા સચદેવાએ તેના પિતાની એક નકલી વસિયત તૈયાર કરી છે. બાળકોનો આરોપ છે કે, પ્રિયાએ કોર્ટમાં સંપત્તિઓની જે યાદી રજૂ કરી છે, તે અધૂરી છે.

તેમના મતે, આ યાદીમાં સંજયની ઘણી મોંઘી રોલેક્સ ઘડિયાળો, પોલો રમતા કિંમતી ઘોડા અને કરોડોની પેઇન્ટિંગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાળકોનું કહેવું છે કે, સંજય કપૂરની ઘણી સ્થાવર મિલકતો પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવી છે.

સમાયરા અને કિયાને સાવકી માતા પર પિતાની વસિયતમાં છેડછાડ કર્યાંનો આક્ષેપ લગાવ્યો છે.

સમાયરા અને કિયાને સાવકી માતા પર પિતાની વસિયતમાં છેડછાડ કર્યાંનો આક્ષેપ લગાવ્યો છે.

કોર્ટે બેંક ખાતાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ‘સંજય કપૂરની સંપત્તિને સુરક્ષિત રાખવી જરૂરી છે, જેથી તેને નષ્ટ ન કરી શકાય.’ કોર્ટે પ્રિયા સચદેવાને કોઈપણ સંપત્તિ વેચવાથી રોકી દીધી છે અને સંજયના બેંક ખાતાઓના સંચાલન પર પણ હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે.

કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘હવે એ સાબિત કરવાની જવાબદારી પ્રિયાની છે કે વસિયત અસલી છે. જો અત્યારે કાર્યવાહી કરવામાં નહીં આવે અને પછીથી વસિયત નકલી નીકળી, તો આ બાળકો સાથે મોટો અન્યાય થશે.’

સંજય કપૂરે ત્રીજી વખત પ્રિયા સચદેવ સાથે 13 એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતા.

સંજય કપૂરે ત્રીજી વખત પ્રિયા સચદેવ સાથે 13 એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતા.

સમગ્ર કપૂર પરિવારમાં ચાલી રહી છે કાનૂની જંગ

આ વિવાદ ફક્ત બાળકો અને પ્રિયા સચદેવા સુધી સીમિત નથી. સંજય કપૂરની માતા રાણી કપૂર અને તેની બહેન મંદિરા કપૂર સાથે પણ પ્રિયાનો વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં સુનાવણી દરમિયાન બાળકોના પક્ષને લઈને તીખી દલીલો પણ થઈ હતી, જેમાં તેને “અમીર ઓલિવર ટ્વિસ્ટ” સુધી કહી દેવામાં આવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં સંપત્તિઓને સુરક્ષિત રાખવી પ્રાથમિકતા છે.

સંજય અને કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્ન કર્યાં હતાં.

સંજય અને કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્ન કર્યાં હતાં.

લંડનમાં પોલો રમતી વખતે મૃત્યુ થયું હતું આ આખો વિવાદ જૂન 2025માં સંજય કપૂરના મૃત્યુ પછી વધુ ઘેરો બન્યો. 53 વર્ષીય સંજય કપૂરનું ઇંગ્લેન્ડમાં એક પોલો મેચ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. રાણી કપૂરનું કહેવું છે કે, પુત્રના મૃત્યુ પછી તેની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે આખી ગ્રુપ કંપનીઓ પર નિયંત્રણ મેળવી લીધું અને તેમને સંપત્તિમાં કોઈ હિસ્સો આપ્યો નહીં. રાણી કપૂર હવે પોતાની સંપત્તિ અને ઘરને સુરક્ષિત કરવા માટે કાનૂની સુરક્ષા માંગી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…