Dhurandhar Part 2 Title Revealed; Teaser Cleared, Set to Clash with Toxic

Last Updated: January 20, 2026By

7 કલાક પેહલા

  • કૉપી લિંક

‘ધુરંધર’ના ચાહકો માટે સારા સમાચાર છે, કારણ કે ફિલ્મના બીજા ભાગનું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. આ સાથે, ફિલ્મના પાર્ટ-2 ના સિક્વલનું ટાઇટલ પણ કન્ફર્મ થઈ ગયું છે.

19 જાન્યુઆરી એટલે કે સોમવારે, ફિલ્મ ‘ધુરંધર-2’ નું ટીઝર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને મોકલવામાં આવ્યું હતું. આ ટીઝર 1 મિનિટથી વધુ લાંબુ છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ધુરંધર પાર્ટ-2 નું ટાઇટલ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ હશે.

'ધુરંધર' 2025ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

‘ધુરંધર’ 2025ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

સેન્સર બોર્ડે ફિલ્મનું ટીઝર જોયા પછી તેને પાસ કરતાં ‘A’ (એડલ્ટ ઓન્લી) સર્ટિફિકેટ આપ્યું છે. આ પહેલાં ધુરંધર પાર્ટ-1ને હિંસક સીન હોવાને કારણે A સર્ટિફિકેટ જ આપવામાં આવ્યું હતું. આમ છતાં ફિલ્મે જબરદસ્ત કમાણી કરતાં સૌથી વધુ કમાણી કરનારી A સર્ટિફિકેટવાળી ફિલ્મ બની ગઈ છે.

‘બોર્ડર 2’ સાથે થિયેટરમાં રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ટીઝર

સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘બોર્ડર 2’, 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ તેની સાથે ‘ધુરંધર 2’નું ટીઝર પણ બતાવવામાં આવશે. તેના થોડા સમય પછી ટીઝર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. નોંધનીય છે કે, ‘ધુરંધર’નો પાર્ટ-1 હજુ પણ સિનેમાઘરોમાં છે.

19 માર્ચના રોજ યશની ફિલ્મ સાથે ધુરંધરનો ક્લેશ થશે

‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચના રોજ રિલીઝ થવાની છે. તેનો બોક્સ ઓફિસ ક્લેશ KGF સ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થવાનો છે. ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જોકે, બોલ્ડ સીનના કારણે ટીઝર વિવાદોમાં પણ છે.

યશ સ્ટારર 'ટોક્સિક' સાથે રણવીર સિંહની 'ધુરંધર 2'ની ટક્કર થશે.

યશ સ્ટારર ‘ટોક્સિક’ સાથે રણવીર સિંહની ‘ધુરંધર 2’ની ટક્કર થશે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે ‘ધુરંધર’

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેણે માત્ર ભારતમાં 879.75 કરોડ રૂપિયા કમાયા છે. આ ઉપરાંત, ફિલ્મ વર્લ્ડવાઇડ ‘દંગલ’ (1963 કરોડ) પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મે વર્લ્ડવાઇડ 1328.23 કરોડનું કલેક્શન કરી લીધું છે.