Disha Patani Dating Singer Talwiinder Update; Couple Spotted Lollapalooza India 2026 Photos VIDEOS

Last Updated: January 26, 2026By

56 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મુંબઈમાં યોજાયેલા ‘લોલાપાલૂઝા ઇન્ડિયા 2026’ મ્યુઝિક ફેસ્ટિવલમાં એક્ટ્રેસ દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિંદર એકસાથે જોવા મળ્યા. બંનેની હાજરીએ ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દિશા અને તલવિંદર ઇવેન્ટમાં એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા.

તલવિંદર અને દિશા એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા

ઇવેન્ટમાં તલવિંદરે કાળી ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યા હતા. આ સાથે તેણે પોતાનો ખાસ ફુલ-ફેસ મેકઅપ કર્યો હતો, જે તેના સ્ટેજ લુકનો એક ભાગ છે. જ્યારે દિશા પટણીએ વ્હાઇટ કોર્સેટ ટોપ સાથે બેગી ડેનિમ જીન્સ પહેર્યાં હતાં.

'લોલાપાલૂઝા ઇન્ડિયા મ્યુઝિક ફેસ્ટિવલ 2026'નું આયોજન 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં થયું હતું.

‘લોલાપાલૂઝા ઇન્ડિયા મ્યુઝિક ફેસ્ટિવલ 2026’નું આયોજન 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં થયું હતું.

નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે બંને સાથે જોવા મળ્યા હોય. આ પહેલા ઉદયપુરમાં નૂપુર અને સ્ટેબિન બેનના લગ્ન દરમિયાન પણ બંનેને સાથે જોવા મળ્યાં હતાં.

કોણ છે સિંગર તલવિંદર?

તલવિંદરનું પૂરું નામ તલવિંદર સિંહ સિદ્ધુ છે. તે એક ઇન્ડિપેન્ડન્ટ પંજાબી સિંગર છે. તલવિંદર પોતાની ઓળખ છુપાવીને રાખવા માટે જાણીતો છે. તે અવારનવાર ચહેરા પર પેઇન્ટ કે માસ્ક લગાવે છે. તેના ગીતોમાં પંજાબી R&B અને પૉપનો નવો અંદાજ જોવા મળે છે.

તલવિંદરના જાણીતા ગીતોમાં ‘ગલ્લાં 4’, ‘મિસફિટ’, ‘ફંક સોંગ’, ‘ધૂંધલા’, ‘હસીન’, ‘ખ્યાલ’, ‘વિશ’ અને ‘પલ પલ’નો સમાવેશ થાય છે. સિંગરે દુઆ લિપા અને જી-ઇઝી જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો માટે ઓપનિંગ પરફોર્મન્સ પણ આપ્યું છે.