Ebola Bundibugyo Strain Threat: Is India At Risk Over New Outbreak? | Gujarat News
આફ્રિકાના કોંગો અને યુગાન્ડા દેશોમાં ઇબોલા વાયરસના અત્યંત ઘાતક નવા પ્રકોપે સમગ્ર વિશ્વની ચિંતામાં મોટો વધારો કર્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા આ આઉટબ્રેકને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વખતે આ ભયાનક ચેપ પાછળ ઇબોલાનો ‘બુંદીબુગ્યો’ સ્ટ્રેન જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જે ઓર્થોઇબોલાવાયરસ પરિવારનો એક ભાગ છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલો અનુસાર, આ નવા સ્ટ્રેનને કારણે અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને શંકાસ્પદ દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.
આ રોગ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે?
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બુંદીબુગ્યો વાયરસનો મૃત્યુદર આશરે 80 થી 90 ટકા જેટલો ઊંચો છે, જે તેને અત્યંત જીવલેણ બનાવે છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે લોહી, લાળ, પરસેવો, ઉલટી અને પેશાબના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

