ED Objects Jacqueline Fernandez Approver Status; 200 Crore Money Laundering Case

Last Updated: April 20, 2026By

35 મિનિટ પેહલા

  • કૉપી લિંક

200 કરોડ રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં નવો કાનૂની વળાંક આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને પોતાને અપ્રુવર એટલે કે સરકારી સાક્ષી બનાવવાની માંગ કરી છે. આ મામલો કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેના પર કરોડોની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો છે.

જેકલીન પણ 200 કરોડની છેતરપિંડી કેસમાં આરોપી છે.

જેકલીન પણ 200 કરોડની છેતરપિંડી કેસમાં આરોપી છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જેકલીનની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે. ED એ કોર્ટને કહ્યું કે અરજી અસ્પષ્ટ અને અધૂરી છે, તેથી જવાબ માટે સમય આપવામાં આવે. કોર્ટે EDની વાત સ્વીકારીને તેને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, જેકલીને કોર્ટમાં કહ્યું કે, તે તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરવા માંગે છે અને સત્ય બહાર લાવવામાં મદદ કરવા માંગે છે. અપ્રુવરનો દરજ્જો મળવા પર તે આરોપીથી અલગ થઈને તપાસમાં સાક્ષી બની શકે છે. આ પ્રક્રિયા કોર્ટની મંજૂરી અને EDની સંમતિ પર નિર્ભર કરે છે.

સુકેશ સાથે જેકલીન ફર્નાન્ડિસની ઘણી તસવીરો વાઈરલ થઈ ચૂકી છે.

સુકેશ સાથે જેકલીન ફર્નાન્ડિસની ઘણી તસવીરો વાઈરલ થઈ ચૂકી છે.

આ મામલો લગભગ 200 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંકળાયેલો છે. તેમાં સુકેશ ચંદ્રશેખર પર હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવા અને ગેરકાયદેસર રીતે પૈસા એકઠા કરવાનો આરોપ છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલામાં મોટા વ્યવહારો અને મોંઘી ભેટોનો ઉપયોગ થયો છે.

જેકલીન સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ ગઈ છે.

જેકલીન સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ ગઈ છે.

જેકલીન ફર્નાન્ડિઝ લાંબા સમયથી આ કેસમાં પૂછપરછનો સામનો કરી રહી છે. તેણી પહેલા પણ દાવો કરી ચૂકી છે કે તેને સુકેશના ગુનાહિત બેકગ્રાઉન્ડની જાણકારી નહોતી અને ખોટી માહિતી આપીને ફસાવવામાં આવી હતી.

હવે કોર્ટમાં EDનો જવાબ અને આગામી સુનાવણી કેસની દિશા નક્કી કરશે.

,

જેકલીન સંબંધિત આ સમાચાર પણ વાંચો…

કરિયર બચાવવા જેકલીન બોયફ્રેન્ડ સુકેશનો ભોગ લેશે!

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક્ટ્રેસે જાણકારી આપી કે તે આ મામલે તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો…