Fake WhatsApp App Scam: Over 5 Lakh Downloads on Google Play Store | Gujarati News

Last Updated: October 18, 2026By

જો તમે પણ સ્માર્ટફોનમાં કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે સાવધાની નથી રાખતા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. સોશિયલ મીડિયા અને ટેકનોલોજી જગતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગૂગલ પ્લે સ્ટોર પર લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ‘વોટ્સએપ’ (WhatsApp) જેવું જ દેખાતી એક નકલી એપ્લિકેશન ૫,૦૦,૦૦૦થી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રેડિટ (Reddit) પર એક યૂઝરે આ શંકાસ્પદ એપ તરફ સૌનું ધ્યાન દોર્યું, ત્યારબાદ જાણીતી ટેક વેબસાઇટ્સ ‘ધ વર્જ’ અને ‘એન્ડ્રોઇડ ઓથોરિટી’ દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

નકલી એપ્લિકેશન તો ડાઉનલોડ નથી કરીને

મળતી માહિતી મુજબ, આ નકલી એપ્લિકેશન ‘Agment Assets sallu’ નામના એક શંકાસ્પદ ડેવલપર દ્વારા પ્લે સ્ટોર પર લિસ્ટ કરવામાં આવી હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે જ્યારે યૂઝર્સ પ્લે સ્ટોરમાં વોટ્સએપ સર્ચ કરતા હતા, ત્યારે આ નકલી એપ પ્રાયોજિત (Sponsored) લિસ્ટિંગ તરીકે સૌથી ઉપર દેખાતી હતી. આ એપ્લિકેશને યૂઝર્સને ગેરમાર્ગે દોરવા માટે સત્તાવાર વોટ્સએપ એપ જેવા જ હૂબહૂ આઇકોન, સ્ક્રીનશોર્ટ્સ અને વર્ણનનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સામાન્ય લોકો અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખી શક્યા નહોતા.

જ્યારે સત્તાવાર વોટ્સએપ એપ ‘WhatsApp LLC’ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને તેના 10 અબજથી વધુ ડાઉનલોડ્સ તથા કરોડો સમીક્ષાઓ છે, ત્યારે આ નકલી એપ ગૂગલના અર્લી એક્સેસ પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહી હોવાનું મનાય છે જેથી જાહેર સમીક્ષાઓ મર્યાદિત રહે. પ્લે સ્ટોર પર કોઈ એપ ટોપ પર દેખાય કે પ્રાયોજિત હોય માત્ર તેના આધારે તેને સુરક્ષિત માની લેવી જોખમી સાબિત થઈ શકે છે.

જો તમે ભૂલથી આ નકલી એપ ડાઉનલોડ કરી લીધી હોય તો તાત્કાલિક આ પગલાં લો:

1. સૌથી પહેલા તમારા ફોનમાંથી આ શંકાસ્પદ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ (ડિલીટ) કરી દો.

2. ફોનની સેટિંગ્સમાં જઈને તપાસ કરો કે આ એપને કઈ-કઈ પરવાનગીઓ (Permissions) આપવામાં આવી છે અને તેને તરત જ રદ કરો.

3. જો તમે આ નકલી એપમાં તમારી કોઈ અંગત માહિતી અથવા વોટ્સએપ વેરિફિકેશન કોડ દાખલ કર્યો હોય, તો સાવચેત થઈ જાઓ. તમારો રજીસ્ટ્રેશન કોડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો અને તમારા એકાઉન્ટની સુરક્ષા પ્રવૃત્તિઓ ચકાસી લો. ભવિષ્યમાં કોઈપણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા હંમેશાં ડેવલપરનું નામ અને રિવ્યુઝ ચોક્કસ ચકાસો.

આ પણ વાંચોઃ  Multani Mitti Face Pack: પાર્લરનો ખર્ચ બચાવો! ઘરે જ બનાવો મુલતાની માટીના 3 અલગ અલગ ફેસ પેક

Leave A Comment