FOGAUSA 2nd Gujarati Convention Orlando; Deputy CM Harsh Sanghvi Virtual Address
નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે આર્થિક સાવચેતી રાખવા અને વિદેશી ચલણ બચાવવા કરેલા આહ્વાનને અનુસરીને ગુજરાતના અનેક રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો અને ઉદ્યોગપતિઓએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસ મર્યાદિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ફ્લોરિડાના ઓર
.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલી સંબોધન કરશે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનીસ્ટર હર્ષ સંઘવીએ આજના સમયે દેશધર્મ અને આજની દેશની પ્રાથમિકતાને માન આપી પોતાનો પ્રવાસ રદ કર્યો છે. તેની જાણકારી આપતા FOGAUSAની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે આગામી 2028-2029ના કન્વેન્શનમાં જરૂર હાજરી આપશે તેમ જણાવ્યું હતું. 23 મે, 2026ને શનિવારના રોજ કન્વેન્શનને વર્ચ્યુઅલી જરૂર સંબોધશે તેમ જણાવ્યું હતું.
તે જ રીતે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ આ જ કારણોસર કન્વેન્શનમાં હાજરી નહીં આપી શકે તેવી જાણ કરી છે.
અમેરિકામાં વસતા ગુજરાતીઓનો સૌથી મોટો મેળાવડો ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USA (FOGAUSA) આખા અમેરિકાના 100થી વધુ ગુજરાતી સામાજિક, ધાર્મિક અને જાતિ આધારિત સંગઠનો સાથે સંકળાયેલી એક અગ્રણી સંસ્થા છે. તેના દ્વારા 22 થી 25 મે, 2026 દરમિયાન ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં બીજું યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન યોજાઇ રહ્યું છે. આ કન્વેન્શન ઉત્તર અમેરિકામાં વસતા ગુજરાતી સમાજના સૌથી મોટા મેળાવડાઓમાંનું એક બનવાની અપેક્ષા છે.
ડૉ.વાસુદેવ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતની મુલાકાત લીધી કન્વેન્શનના પ્રચાર અને આમંત્રણ કાર્યક્રમના ભાગરૂપે FOGAUSAના રાષ્ટ્રીય નેતૃત્વ અને સ્થાપક પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલ, સ્થાપક ઉપપ્રમુખ હર્ષદભાઇ પાકાજી પટેલ અને સ્થાપક ઉપપ્રમુખ પી.વી.પટેલે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લઇને રાજકીય, સામાજિક અને વેપારી ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનોને કન્વેન્શનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
ઉદ્યોગપતિઓ અને વેપારીઓ કન્વેન્શનમાં જોડાવા આતુર વડોદરાની મુલાકાત દરમિયાન હિમાંશુ પટેલ, કિરીટ વડાલિયા, અંકુર પટેલ, જલેન્દુ પાઠક, અમિત શાહ, પરીક્ષિત પરીખ તથા અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓના નેતૃત્વ હેઠળ વડોદરાના વેપારી વર્ગે કન્વેન્શન માટે ઊંડો રસ દાખવ્યો હતો તેમજ સમર્થન વ્યક્ત કર્યું હતું. પરંતુ વડાપ્રધાન મોદીના આહ્વાનને ધ્યાનમાં રાખીને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને વિદેશી ચલણ બચતના હિતમાં અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા માટે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI)ના નેતૃત્વએ પોતાના પ્રતિનિધિમંડળમાં સભ્યોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
VCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે હિમાંશુ પટેલે FOGAUSA ના સ્થાપક પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલને જાણ કરી હતી કે મોટા પ્રતિનિધિમંડળને મોકલવાને બદલે હવે માત્ર એક વરિષ્ઠ પ્રતિનિધિ તરીકે કિરીટ વડાલીયાને સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવશે.
સાંસદો, ધારાસભ્યોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો આ સાથે જ આણંદના સાંસદ મિતેશ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગિરીશ રાજગોર, ધારાસભ્યો પંકજ દેસાઇ, અમિત ઠાકર, અમિત પી. શાહ, અમૂલ ભટ્ટ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સહિતના આગેવાનોએ FOGAUSAની રાષ્ટ્રીય ટીમ અને ઓર્લાન્ડો કન્વેન્શનના ચેરમેન જયેશ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.
FOGAUSA દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો FOGAUSA ના નેતૃત્વએ ગુજરાતના રાજકીય, વ્યાપારી અને સામાજિક આગેવાનો તરફથી મળેલા સતત સહયોગ, પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વભરના ગુજરાતી સમાજ તેમજ માતૃભૂમિ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનઃદૃઢ કર્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

