Govinda Slams Wife Sunita Over Sugar Daddy Comment and Komal Rani Controversy

Last Updated: August 15, 2026By

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુનીતા આહુજા છેલ્લા ઘણા સમયથી પતિ અને બોલિવૂડ એક્ટર ગોવિંદા પર વિવાદિત નિવેદનો આપી રહી છે. સુનીતાના તાજેતરમાં આવેલા નિવેદન પર ગોવિંદા ભડકી ગયો છે. સુનીતાએ ગોવિંદાને તેની કો-એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે સ્પોટ થવા પર કહ્યું હતું કે, ‘ગોવિંદા દીકરીની ઉંમરની છોકરી સાથે ફરે છે, તેને શરમ આવવી જોઈએ.’ એટલું જ નહીં, સુનીતાએ ગોવિંદાને એક્ટ્રેસનો ‘શુગર ડેડી’ પણ કહ્યો હતો. હવે સુનીતાના આ નિવેદનો પર ગોવિંદાએ ચેતવણી આપીને કહ્યું છે કે, તેને હદમાં રહેવું જોઈએ. આ સાથે એક્ટરે કો-સ્ટારનો બચાવ પણ કર્યો અને કહ્યું કે, ‘સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.’

સુનીતાને ગોવિંદાની અદેખાઈ આવે છે?

તાજેતરમાં ગોવિંદાએ સુનીતા પર કહ્યું- ‘જે કામ બહારથી મળે છે, તે હું કરતો નથી અને જે હું કરી રહ્યો છું, તેમાં તમે દખલ કરી રહ્યા છો. અને જ્યારે તમે તમારું કામ કરી રહ્યા હતા, પછી ભલે તે કુકિંગ શો (લાફ્ટર શેફ) હોય કે ‘લોકઅપ’ હોય, ટીના (દીકરી) દ્વારા મને તેમાં બોલાવ્યો, મારી સેવાઓ લીધી. ભલે તે તમારો હક છે, પરંતુ જે સમયે મેં ફિલ્મ શરૂ કરી છે, તમે કોઈ કસર છોડી રહ્યા નથી કે, હું લોકોના દિલમાંથી ઉતરી જાઉં, બદનામ થઈ જાઉં, અથવા કંઈક એવું થઈ જાય કે મારો બિઝનેસ ન થાય.’

ગોવિંદાએ સુનીતાને રોકડું પરખાવ્યું.

ગોવિંદાએ સુનીતાને રોકડું પરખાવ્યું.

ગોવિંદાએ આ દરમિયાન કો-એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકારનો બચાવ કરતા કહ્યું, ‘જો કોઈ ગરીબ પરિવારના લોકો ફિલ્મમાં આવ્યા હોય, તો તેને એવી રીતે બદનામ કે શરમજનક ન કરો કે તે ભાગી જાય. તમારામાં ક્ષમતા છે, તાકાત છે, ઇજ્જત, દૌલત, શોહરત, બધું જ ઉપરવાળાએ આપ્યું છે. આનો અર્થ એ નથી કે જેની પાસે આ નથી તેને તમે અપમાનિત કરો. આ તમને શોભતું નથી.’

ગોવિંદાએ કહ્યું- હદમાં રહો

સુનીતા વારંવાર નિવેદનો આપી રહી છે કે ગોવિંદા આ ઉંમરે દીકરીની ઉંમરની છોકરીઓ સાથે ફરે છે અને શુગર ડેડી (એટલે જે પોતાનાથી ઘણી નાની ઉંમરની મહિલા સાથે સંબંધ રાખે છે અને તેના બદલામાં તેને મોંઘી ગિફ્ટ્સ, લક્ઝરી લાઈફસ્ટાઈલ કે નાણાકીય સહયોગ પૂરો પાડે) બન્યો છે. આના પર ગોવિંદાએ કહ્યું છે કે, ‘આ જે ઉંમરનો તમે સિલસિલો ચલાવ્યો છે, તો તમને જણાવી દઉં કે દેશના દરેક મોટા સુપરસ્ટારે ઓછી ઉંમરની નવી છોકરીઓ સાથે કામ કર્યું છે, તેમને મોટી ફિલ્મો મળી. યુવાનો સાથે કામ કરવાથી તેઓ યુવાન દેખાયા. તમે નથી ઈચ્છતા કે હું યુવાન કેવી રીતે દેખાઈ શકું. તમે નાની એવી અપેક્ષાને કારણે એક મોટા બિઝનેસને નુકસાન પહોંચાડવા પર લાગ્યા છો. તમારી પાછળ જે ગેંગ છે, તેનાથી દરેક જણ વાકેફ છે. તે જલ્દી જ સામે આવશે, પરંતુ તમારા માટે આ શોભનીય નહીં હોય. મને લાગે છે કે આગળ પણ તમને ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. કૃપા કરીને આવા નિવેદનો આપીને, જે તમે આ પોડકાસ્ટ ચલાવી રહ્યા છો, થોડી હદમાં રહો, એવી તમને વિનંતી છે.’

ખૂબ વધારે મા-બહેનની ગાળો આપવા લાગી છે- ગોવિંદા

ગોવિંદા આ નિવેદન આપીને નીકળી જ રહ્યો હતો કે થોડી સેકન્ડ પછી તે પાછો ફર્યો અને કહ્યું, ‘હું એ પણ કહેવા માંગીશ કે સુનીતાજી, તમે ઘણી મા-બહેનની ગાળો આપવા લાગ્યા છો. ભગવાનને મનાવો કે, જો લોકો તમારાથી પ્રેરિત થઈ ગયા તો તમે ક્યાં અરીસો જોશો. ક્યાંક તમારી સાથે જ લોકો મા-બહેનની ગાળો આપવાનું શરૂ કરી દેશે, તો આપણે બધા ખૂબ શરમજનક સ્થિતિમાં મુકાઈ જઈશું. આ બરાબર નથી. મા-બહેનનું નામ ખૂબ સસ્તું કરી દીધું છે. તમારાથી આવી અપેક્ષા નથી.’

જાણો સુનીતાના કયા નિવેદન પર ભડક્યો ગોવિંદા

તાજેતરમાં ગોવિંદાને તેની આગામી કમબેક ફિલ્મ ‘રૂપા’ની કો-એક્ટ્રેસ સાથે સ્પોટ થયો હતો. આના પર સુનીતાએ કહ્યું, ‘ગોવિંદા પોતાની દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યો છે અને તેને આ વાત પર થોડી શરમ આવવી જોઈએ.’

સુનીતા ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકાર પર ભડકી.

સુનીતા ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકાર પર ભડકી.

‘તારો શુગર ડેડી આટલો અમીર છે, તો કપડાં સરખા પહેરો’

સુનીતા આહુજાએ માત્ર ગોવિંદા પર જ નહીં, પરંતુ તેની સાથે દેખાઈ રહેલી કોમલના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ‘જો તારા શુગર ડેડી આટલા અમીર છે, તો ઓછામાં ઓછા કપડાં તો સરખા પહેરવા જોઈએ.’

તેણે આગળ કહ્યું, ‘માણસનું પોતાનું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.’ સુનીતાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, લોકોએ જોવું જોઈએ કે તેઓ કઈ રીતે સ્ટાઈલ સાથે રહે છે. તેમણે આ આખી ઘટનાને ખૂબ જ ખરાબ અને હલકી વિચારસરણી ગણાવી.

ગોવિંદા ફરી કોમલ રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો.

ગોવિંદા ફરી કોમલ રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો.

‘મને નહીં, ગોવિંદાને શરમ આવવી જોઈએ’

થોડા દિવસો પહેલા ગોવિંદાએ સુનીતાના આરોપો પર કહ્યું હતું કે, સુનીતા નામ મેળવવા માટે તેમના નામનો ઉપયોગ કરી રહી છે. આના પર સુનીતાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘ગોવિંદા કહે છે કે હું નામ કમાવવા માટે તેનું નામ યુઝ કરી રહી છું. તેણે જોવું જોઈએ તે શું કાંડ કરી રહ્યો છે. તેને શરમ આવવી જોઈએ, મને નહીં.’ સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment