GT Stars Meet & Greet Ahmedabad; Siraj on Fans, Phillips on Skills
અમદાવાદ1 કલાક પેહલાલેખક: સૌમ્ય વોરા
- કૉપી લિંક
અમદાવાદ સ્થિત ચિરીપાલ ગ્રુપના સાહસ GREW સોલાર દ્વારા આજે શહેરમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે એક વિશેષ ‘મીટ-એન્ડ-ગ્રીટ’ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે કંપનીની નવી એડ ફિલ્મ પણ લોન્ચ કરી હતી. ચિરીપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે, રમતગમત અને વ્યવસાય બંને ‘શ્રેષ્ઠતાની ભાષા’ બોલે છે અને આ ભાગીદારી ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
સ્ટાર ખેલાડીઓએ શેર કરી દિલચસ્પ વાતો
આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ગુજરાત ટાઇટન્સના ત્રણ મુખ્ય ખેલાડીઓ સાથેનો સંવાદ રહ્યો હતો, જેમાં તેમણે પોતાની રમત અને વ્યૂહરચના વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી…
મોહમ્મદ સિરાજ: સિરાજે સિરાજે તેની કેટલીક યાદગાર ક્ષણો વિશે વાત કરી. દિવ્ય ભાસ્કરના સવાલ પર ગુજરાત ટાઇટન્સના સમર્થકોને સંબોધતા, તેણે ચાહકોના અતૂટ સમર્થનને સલામ કરી અને તેને પ્રેમ વરસાવતા રહેવા વિનંતી કરી તથા કહ્યું કે, ગુજરાતના લોકો ખરેખર ટીમને પ્રેરણા આપે છે.
ગ્લેન ફિલિપ્સ: દિવ્ય ભાસ્કરના સવાલ પર દુનિયાના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાં ગણાતા ફિલિપ્સે જણાવ્યું કે એથ્લેટિક સ્કિલ્સમાં ‘રિએક્શન ટાઇમ’ સૌથી મહત્વનો છે. તેના મતે, બોલ ગમે તેટલો દૂર હોય, તેને પકડવા માટેની તીવ્ર ઇન્સ્ટિંક્ટ (ઇચ્છાશક્તિ) અને શરીરની ફ્લેક્સિબિલિટી જ એક સામાન્ય ફિલ્ડરને અન્ય ફિલ્ડરથી અલગ પાડે છે. તે હંમેશા બોલ પર નજર રાખીને પ્રોએક્ટિવ રહેવામાં માને છે.
રાહુલ તેવટિયા: મેચને અંતિમ ક્ષણોમાં પલટાવવા માટે જાણીતા રાહુલ તેવટિયાએ પોતાની સિમ્પલ ફિલોસોફી શેર કરી. તેણે કહ્યું કે જ્યારે મેચ રોમાંચક વળાંક પર હોય અને તે ક્રિઝ પર હોય, ત્યારે તેના મગજમાં માત્ર એક જ વિચાર ચાલતો હોય છે, દરેક બોલ પર છગ્ગો મારવો.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


