Gujarat BJPs master plan BJPs new criteria woke up many big heads these tough decisions were taken in the CEC meeting | Gujarat News
Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા ‘ક્રાઇટેરિયા’ એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) ની મહત્વની બેઠક આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિની સાથે ઉમેદવાર પસંદગીના અત્યંત કડક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. ભાજપે સંગઠનને મજબૂત કરવા અને નવા ચહેરાઓને તક આપવા માટે ‘નો રિપીટ’ થીયરી જેવો જ આકરો અભિગમ અપનાવ્યો છે.
આ નેતાઓને નહીં મળે ટિકિટ: નવા નિયમો જાહેર
બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણય મુજબ, હવે સંગઠનના હોદ્દેદારો ચૂંટણી લડી શકશે નહીં. વોર્ડ પ્રમુખ અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંગઠનલક્ષી કામગીરી પર ધ્યાન આપી શકે. આ ઉપરાંત, પક્ષે વયમર્યાદા પણ નક્કી કરી છે; 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ, જે નેતાઓ સતત 3 ટર્મ સુધી ચૂંટણી લડ્યા છે, તેમને પણ આ વખતે ઘરે બેસવાનો વારો આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

