Gujarat Local body Election Date Likely to Be Announced Today | Gujarat News
વડાપ્રધાન મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં અને તેમણે 19 હજાર કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતાં. એવું કહેવાતું હતું કે, પીએમ મોદીની મુલાકાત બાદ કોઈ પણ સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે. ત્યારે આજે આ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ તારીખની જાહેરાત કરી શકે છે.
[[$googlead]]રાજ્ય ચૂંટણી આયોગ કરી શકે છે તારીખની જાહેરાત
તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો માટેની આખરી મતદાર યાદી આગામી પહેલી એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 95 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી, આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
[[$alsoread]]latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

