Gujarat News We are all considered educated Chief Minister Bhupendra Patels reply to Congress President Kharge | Gujarat News

Last Updated: April 6, 2026By

આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપે 46 વર્ષ પૂરાં કર્યા છે. ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ આ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે કમલમ ખાતે ભાજપના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો.

ગુજરાતના લોકો શિક્ષિત છે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે બોલે છે તે કરીને બતાવે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રમુખ ખડગેને ટોણો મારતા કહ્યું હતું કે, અમે તો બધા ભણેલા ગણેલા જ છીએ. ગુજરાતના લોકો શિક્ષિત છે. પરંતુ કોંગ્રેસના પ્રમુખને ખબર નથી. આજે સમગ્ર દેશની જનતા વડાપ્રધાન મોદી પર વિશ્વાસ રાખી રહી છે. આપણે કોઈપણ સ્થિતિમાં ડર્યા વિના આગળ વધવાનું છે.તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકો શિક્ષિત છે તે કોંગ્રેસના અધ્યક્ષને ખબર નથી. આપણે તો ભણેલા ગણેલા છીએ. ખડગેએ કેરળાં સભા સંબોધતા ગુજરાતીઓને અભણ કહ્યા હતાં.ખડગેના નિવેદન બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ નિવેદનને વખોડ્યું હતું. ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું. 

કોઈપણ સ્થિતિમાં ડગ્યા વિના આગળ વધવાનું છે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાજપના સ્થાપના દિવસની સૌને શુભેચ્છા. આપણે આપણી વિચારધારાને પકડીને આગળ વધવાનું છે. ભાજપે વિચારધારા બદલ્યા વિના સંસ્કૃતિનું જતન કર્યું છે. કોઈપણ સ્થિતિમાં ડગ્યા વિના આગળ વધવાનું છે. ચૂંટણીમાં હાર જીત માટે ક્યારેય કામ નથી કર્યું. અમે પણ અહી પાર્ટીના કાર્યકર્તા જ છીએ. વિકાસ કરવાનો છે પણ વિરાસતના ભોગે નહીં. કામ કરીએ તો ખામી થવાની જ છે. જે કામ ન કરે તેની શું ખામી હોય.વિરોધીઓનું કામ માત્ર ખામીઓ કાઢવાનું છે. આજે ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની છે. ભાજપ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે.આપણે બધા એક છીએ સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આગળ વધીએ

ભાજપે 46 વર્ષ પૂરાં કર્યા છે

આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ભાજપે 46 વર્ષ પૂરાં કર્યા છે. આજે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે. જનસંઘની સ્થાપના થઈ એ સમયે રાજકીય અનુભવ અને કાર્યકરોની અછત હતી. કોઈ સુખ સગવડ નહોતી. આજે સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી બની છે. જેમણે પાર્ટી ઉભી કરી અને આગળ વધારી એ તમામને અભિનંદન આપું છું.પદ મળે કે ન મળે છતાં વિચારધારા અને પાર્ટી માટે બલિદાન આપનારા દેવદુર્લભ એવા કાર્યકરોને વંદન કરવાનું મન થાય છે.કોંગ્રેસની ગંદી માનસિકતા થાય છે એ દુખની વાત છે. દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓનું ગઈ કાલે અભણ અને મૂર્ખ કહીને અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસ મુક્ત ભારતના સંકલ્પ સાથે વધુ મજબૂતીથી આગળ વધવાનું છે.

આ પણ વાંચોઃ Surat News: કુરિયર નિકાસ પર 10 લાખની મર્યાદા હટતા ઝવેરાત ઉદ્યોગને રાહત