Hardik Pandya; IND Vs WI T20 World Cup LIVE Score Update; Suryakumar Yadav Abhishek Sharma
- Gujarati News
- Sports
- Cricket
- Hardik Pandya; IND Vs WI T20 World Cup LIVE Score Update; Suryakumar Yadav Abhishek Sharma | Jasprit Bumrah
સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની છેલ્લી સુપર-8 મેચ આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે બ્રેન્ડન કિંગની જગ્યાએ અકીલ હૌસેનને તક આપી છે.
વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 8 ઓવરમાં 66/0 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને રોસ્ટન ચેઝ ક્રિઝ પર છે.
આમેચ ક્વાર્ટર ફાઇનલ જેવી જ છે. સુપર-8 સ્ટેજમાં 1-1 જીત સાથે બંને પાસે 2-2 પોઇન્ટ્સ છે. બંને ટીમને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે જીતનારી ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે, જ્યારે હારનારી ટીમનો સફર સમાપ્ત થઈ જશે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (વિકેટકીપર અને કેપ્ટન), રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમન પોવેલ, શેરફન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હૌસેન, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી અને શમાર જોસેફ.
લાઈવ અપડેટ્સ
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેઝના છગ્ગાથી વિન્ડીઝનો સ્કોર 50ને પાર
સાતમી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝે 50 રનનો આંકડો પાર કરી લીધો. હાર્દિક પંડ્યાના પાંચમાં બોલ પર રોસ્ટન ચેઝે છગ્ગો ફટકાર્યો. આ જ છગ્ગાની મદદથી ટીમનો સ્કોર 50 રનથી ઉપર પહોંચી ગયો.
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિન્ડીઝની ધીમી શરૂઆત, ઓપનર્સ ક્રિઝ પર
ટૉસ હારીને બેટિંગ કરી રહેલી વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ધીમી રહી છે. ટીમે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવી નથી. શરૂઆતની 6 ઓવરમાં કેરેબિયન ટીમ માત્ર 45 રન જ બનાવી શકી. ટીમના ઓપનર્સ ક્રિઝ પર છે.
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોસ્ટન ચેઝને જીવનદાન, અભિષેક શર્માથી કેચ છૂટ્યો
પાંચમી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર રોસ્ટન ચેઝને જીવનદાન મળ્યું. જસપ્રીત બુમરાહના પાંચમાં બોલ પર અભિષેક શર્માથી રોસ્ટન ચેઝનો કેચ ડ્રોપ થઈ ગયો. અહીં ચેઝ 14 રન પર રમી રહ્યો હતો.
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરુણનો ખોટો થ્રો, ચેઝ રન આઉટ થતા બચ્યો
ત્રીજી ઓવરના બીજા બોલ પર ભારતીય ફિલ્ડરો પાસે રોસ્ટન ચેઝને રનઆઉટ કરવાની તક હતી. અર્શદીપના બોલ પર રમ્યા બાદ ચેઝ રન લેવા માટે નીકળી ગયો હતો. બોલ પોઈન્ટની દિશામાં ગયો હતો. વરુણ ચક્રવર્તીએ બોલને નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ થ્રો કર્યો. જો તેણે વિકેટકીપર તરફ થ્રો કર્યો હોત, તો ચેઝ રનઆઉટ થઈ ગયો હોત.
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
હોપે પંડ્યાની ઓવરમાં 10 રન બનાવ્યા
બીજી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી. તેના ચોથા બોલ પર શાઈ હોપે છગ્ગો ફટકાર્યો. તેણે છેલ્લા બોલ પર ચોગ્ગો પણ માર્યો. આ ઓવરમાંથી કુલ 10 રન આવ્યા.
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
અર્શદીપે તેની પહેલી ઓવરમાં 3 રન આપ્યા
અર્શદીપે વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સની પહેલી ઓવરમાં માત્ર 3 રન આપ્યા. તેની ઓવરના બીજા, ત્રીજા અને છેલ્લા બોલ પર સિંગલ્સ આવ્યા. શાઈ હોપ અને રોસ્ટન ચેઝ પહેલાથી જ પોતાના ખાતા ખોલાવી ચૂક્યા છે.
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિંકુ સિંહ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો, પિતાનું અવસાન થયું હતું

ભારતના ટીમ હર્ડલ દરમિયાન રિંકુ સિંહ.
01:11 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નહીં; WIમાં એક ફેરફાર
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે બ્રેન્ડન કિંગની જગ્યાએ અકીલ હૌસેનને તક આપી છે.
01:09 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
ભારત ટૉસ જીત્યો
વેસ્ટ ઇન્ડીઝ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
12:55 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
ભારતીય ફેન્સ મેચ માટે ઉત્સાહિત
12:49 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી
12:48 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
વેસ્ટ ઇન્ડીઝ કોલકાતામાં જ બીજીવાર ચેમ્પિયન બની હતી
વેસ્ટ ઈન્ડિઝની ટીમ કોલકાતામાં ક્યારેય T20 વર્લ્ડ કપ મેચ હારી નથી. 2016માં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં જ ટીમે ઈંગ્લેન્ડને ફાઇનલમાં હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

વિન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
12:48 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
વર્લ્ડ કપ મુકાબલાઓમાં વેસ્ટ ઇન્ડીઝ આગળ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 30 T20 ઇન્ટરનેશનલ મુકાબલા રમાઈ ચૂક્યા છે. તેમાં ભારતનું પલડું ભારે રહ્યું. ટીમ ઇન્ડિયાએ 19 મેચ જીતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝને 10 જીત મળી. એક મુકાબલો અનિર્ણિત રહ્યો.
જોકે, T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝનો રેકોર્ડ સારો છે. બંને ટીમો વર્લ્ડ કપમાં 4 વખત ટકરાઈ, 3 મેચ વિન્ડીઝે જીતી અને માત્ર 1માં ભારતને જીત મળી. બંને ટીમો 2016ના સેમિફાઇનલમાં છેલ્લી વખત ટકરાઈ હતી, ત્યારે વેસ્ટ ઇન્ડીઝે માત્ર 3 વિકેટ ગુમાવીને 193 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ભારતે કોલકાતામાં અત્યાર સુધી માત્ર એક વર્લ્ડ કપ મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે અહીં 3 વર્લ્ડ કપ મેચ રમી છે અને ત્રણેયમાં જીત નોંધાવી છે. ટીમ આ જ વર્લ્ડ કપમાં 2 વખત કોલકાતામાં રમી ચૂકી છે, જ્યારે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પહેલીવાર અહીં રમશે.

12:47 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
ઈશાન કિશન ભારતના ટોપ બેટર
ઈશાન કિશને ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 6 મેચમાં 186.08ના સ્ટ્રાઈક રેટથી 214 રન બનાવ્યા. એક ઇનિંગ્સમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન રહ્યો. જ્યારે, બોલિંગમાં વરુણ ચક્રવર્તી ટીમ માટે ટોપ વિકેટ ટેકર રહ્યો. તેણે 6 મેચમાં 7.2ની ઇકોનોમીથી રન આપીને 11 વિકેટ લીધી.

12:44 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
મોતી વેસ્ટ ઈન્ડિઝ માટે ટોપ વિકેટ ટેકર
વેસ્ટ ઈન્ડિઝ માટે શિમરોન હેટમાયરે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 6 મેચમાં 182.64ના સ્ટ્રાઈક રેટથી 221 રન બનાવ્યા. તેનો શ્રેષ્ઠ સ્કોર 85 રન રહ્યો. જ્યારે, ગુડાકેશ મોતી વેસ્ટ ઈન્ડિઝ માટે ટોપ વિકેટ ટેકર રહ્યો. તેણે 6 મેચમાં 7.75ની ઈકોનોમીથી 10 વિકેટ લીધી.

12:44 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
પીચ રિપોર્ટ અને રેકોર્ડ
ઈડન ગાર્ડન્સની પીચ સામાન્ય રીતે બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે, તેથી અહીં હાઈ-સ્કોરિંગ મુકાબલાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પીચ ક્યુરેટર સુજાન મુખર્જીએ કહ્યું કે સૌરવ ગાંગુલી પીચની તૈયારી જોઈને સંતુષ્ટ લાગ્યા.
મુખર્જીએ જણાવ્યું કે આ પરંપરાગત ઈડન ગાર્ડન્સની વિકેટ છે, જ્યાં સામાન્ય રીતે સારા રન બને છે, પરંતુ સ્પિનરોને પણ થોડી મદદ મળી જાય છે. સાંજના મેચમાં ઝાકળ આવવાની સંભાવના છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સુપર-8નો મુકાબલો એ જ પીચ પર થશે, જ્યાં સ્કોટલેન્ડ-ઈટાલી મેચ થઈ હતી. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા, જવાબમાં ઈટાલી 134 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું.
કોલકાતામાં 17 T20 ઇન્ટરનેશનલ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 9 અને ટાર્ગેટને ચેઝ કરનારી ટીમે 8 મેચ જીતી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 207/4 છે, જે સ્કોટલેન્ડે ઇટાલી સામે બનાવ્યો હતો.
આ વર્લ્ડ કપમાં અહીં અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. 4 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી. 1 મેચ ચેઝ કરનારી ટીમે જીતી. 2 મેચ દિવસમાં અને 3 રાત્રે રમાઈ. રાત્રિની મેચોમાં પણ 3 માંથી 2 મુકાબલા પહેલા બેટિંગ કરનારી ટીમોએ જીત્યા.
12:42 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
કોલકાતામાં વરસાદની સંભાવના નથી
કોલકાતામાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. વરસાદની કોઈ સંભાવના નથી. આજે સાંજે કોલકાતામાં તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
12:41 PM1 માર્ચ 2026
- કૉપી લિંક
વેસ્ટ ઇન્ડીઝમાં એક ફેરફાર સંભવ
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એક ફેરફાર થઈ શકે છે, રોસ્ટન ચેઝની જગ્યાએ અકીલ હુસૈનની એન્ટ્રી થઈ શકે છે. સાઉથ આફ્રિકા સામે ચેઝે 4 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ લીધી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


