Hardik Pandya; MI Vs KKR IPL 2026 LIVE Score Update

Last Updated: March 29, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

IPLની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ ઇમ્પેક્ટ પ્લેયરની યાદીમાં રાખવામાં આવ્યું છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) તરફથી કેપ્ટન અજિંક્ય રહાણે અને ફિન એલન ક્રિઝ પર છે. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે વાઈડ બોલથી શરૂઆત કરી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: સૂર્યકુમાર યાદવ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ, રાજ બાવા, અશ્વની કુમાર.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને બ્લેસિંગ મુઝરબાની.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: મનીષ પાંડે, રોવમન પોવેલ, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, તેજસ્વી દહિયા.

લાઈવ અપડેટ્સ

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કોલકાતાની ફિફ્ટી પૂરી

કોલકાતા નાઈટ રાઈડર્સે ચોથી ઓવરમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. અજિંક્ય રહાણે અને ફિન એલને મળીને હાર્દિક પંડ્યાની ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા અને ટીમની હાફ સેન્ચુરી પૂરી કરાવી દીધી.

3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગઝનફરે 17 રનની ઓવર ફેંકી

IPL ડેબ્યૂ કરી રહેલા અફઘાનિસ્તાનના અલ્લાહ ગઝનફર ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેના સ્પેલની શરૂઆતમાં જ ફિન એલને 2 શાનદાર છગ્ગા ફટકારી દીધા અને ઓવરમાંથી કુલ 17 રન મેળવ્યા હતા.

17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટ્રેન્ટ બોલ્ટે વાઈડથી શરૂઆત કરી

મુંબઈ ઈન્ડિયન્સ માટે ટ્રેન્ટ બોલ્ટ પહેલી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પહેલા જ બોલ પર વાઈડ ફેંક્યો, ત્યારબાદ 2 બોલ ડોટ કરાવ્યા પછી વધુ એક વાઈડ આપ્યો હતો. રહાણેએ ત્રીજા બોલ પર મિડ વિકેટની દિશામાં શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો. પહેલી ઓવરમાંથી કુલ 10 રન આવ્યા હતા.

27 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સૂર્યાને ઈમ્પેક્ટ પ્લેયરમાં રાખવામાં આવ્યો

મુંબઈ પહેલા બોલિંગ કરવાની છે, પરંતુ ચોંકાવનારો નિર્ણય એ છે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિલ્ડ પર જોવા નહીં મળે. તેને ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યો છે. તે બેટિંગ દરમિયાન મેદાનમાં આવી શકે છે.

48 મિનિટ પેહલા

  • કૉપી લિંક

હાર્દિક પંડ્યાએ બોલિંગ લીધી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. તેણે જણાવ્યું કે જસપ્રીત બુમરાહ આ મેચ રમવાનો છે. બીજી તરફ કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ કહ્યું કે જો તે ટૉસ જીતત તો બોલિંગ જ પસંદ કરત.

53 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટીમ અપડેટ- KKRના 4 પેસર્સ બહાર

હર્ષિત રાણા અને આકાશદીપ ઈજાના કારણે બહાર થઈ ગયા છે. જ્યારે બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન રાજકીય વિવાદના કારણે IPL રમી શકશે નહીં. શ્રીલંકાના મથીશ પથિરાના પણ સંપૂર્ણપણે ફિટ નથી. બીજી તરફ જસપ્રીત બુમરાહ મુંબઈ સાથે જોડાઈ ચૂક્યો છે.

53 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વાનખેડેમાં કોલકાતા માત્ર 2 મેચ જીતી

મુંબઈ ઈન્ડિયન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામેનો રેકોર્ડ ઘણો મજબૂત છે. બંને ટીમ વચ્ચે રમાયેલી 35 મેચમાં MI એ 24 મેચ જીતી છે, જ્યારે KKRને 11 જીત મળી છે. વાનખેડેમાં બંને ટીમ 12 વખત આમને-સામને આવી હતી. 10 મેચ હોમ ટીમ મુંબઈએ જીતી. જ્યારે, કોલકાતાને માત્ર 2માં જીત મળી.

53 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મુંબઈની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત

મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમમાં T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ખેલાડીઓ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહની સાથે રોહિત શર્મા પણ સામેલ છે, જેનાથી બેટિંગ અને નેતૃત્વ બંને મજબૂત દેખાય છે.

વિદેશી ખેલાડીઓમાં રાયન રિકેલ્ટન, શેરફન રધરફોર્ડ, કોર્બિન બોશ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર, વિલ જેક્સ, અલ્લાહ ગઝનફર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા નામ ટીમને વધુ સંતુલિત બનાવી રહ્યા છે.

બોલિંગમાં બુમરાહ અને બોલ્ટની જોડી ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહી છે. આ ઉપરાંત શાર્દૂલ ઠાકુર અને દીપક ચહર જેવા અનુભવી ભારતીય બોલરો ટીમને મજબૂતી આપે છે, જ્યારે નમન ધીર ફરી એકવાર ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.

01:22 PM29 માર્ચ 2026

  • કૉપી લિંક

કોલકાતા પાસે શાનદાર ઓપનર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 4 બોલરો બહાર થયા બાદ થોડી નબળી દેખાઈ રહી છે. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની મોટી જવાબદારી વરુણ ચક્રવર્તી પર રહેશે, જે T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

જ્યારે બેટિંગમાં KKR ખૂબ મજબૂત દેખાય છે. ટીમ પાસે 1 થી 8 નંબર સુધી વિસ્ફોટક બેટર ઉપલબ્ધ છે, આવી સ્થિતિમાં, તેઓ બોલિંગની ઉણપને બેટિંગથી ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે. સ્ક્વોડમાં ન્યૂઝીલેન્ડના ફિન એલન અને ટિમ સાઇફર્ટ જેવા શાનદાર ઓપનર્સ છે, જ્યારે કેમરૂન ગ્રીન અને સુનીલ નારાયણ જેવા બે શાનદાર ઓલરાઉન્ડર ટીમને મજબૂતી આપે છે.

01:21 PM29 માર્ચ 2026

  • કૉપી લિંક

પીચ રિપોર્ટ- નવા બોલથી સ્વિંગ, બાઉન્સ મળશે

વાનખેડેની પીચ સામાન્ય રીતે બોલરોની સરખામણીમાં બેટર્સને માટે વધુ મદદરૂપ સાબિત થાય છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ વિકેટ પર પેસર્સને પણ મદદ મળે છે. ખાસ કરીને નવા બોલથી અહીં સ્વિંગ અને ઉછાળ સારો મળે છે.

અહીં અત્યાર સુધી IPLની 123 મેચ રમાઈ છે. 57 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અને 66 મેચમાં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 235/1 છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો.

01:20 PM29 માર્ચ 2026

  • કૉપી લિંક

મુંબઈમાં હવામાન સામાન્ય રહેશે

મુંબઈમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે. દિવસભર હળવા વાદળો છવાયેલા રહેશે અને તાપમાન 25 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાનો અંદાજ છે. વરસાદની સંભાવના લગભગ 25% છે, જ્યારે પવનની ગતિ લગભગ 15 કિમી પ્રતિ કલાક રહી શકે છે. કુલ મળીને હવામાન સુખદ રહેશે.

01:18 PM29 માર્ચ 2026

  • કૉપી લિંક

મેચ ક્યાં જોઈ શકાય છે?

IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.