Hardik Pandya Second Marriage Rumours With Mahieka Sharma Go Viral; Is He Getting Married in Udaipur?
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતી ક્રિકેટર અને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ‘મુંબઈ ઇન્ડિયન્સ’ના કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે સાથે પોતાની લવ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં કેટલીક મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થવાના કારણે હાર્દિક IPLની કેટલીક મેચ રમ્યો નથી. આ દરમિયાન ક્રિકેટર તેની 8 વર્ષ નાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે લગ્ન કરવાનો હોવાનું ચર્ચાઓનું એરણે ચઢ્યું છે. સાથે જ હાર્દિકના બીજા લગ્નની તારીખ અને સ્થળ વિશેની માહિતી પણ વાયરલ થઈ રહી છે.
ઉદયપુરમાં શાહી લગ્ન કરશે!
વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કેટલાક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મૉડલ માહિકા શર્મા 22 મેના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરી રહ્યા છે.

‘BCCIના નવા નિયમ માટે માહિકા સાથે લગ્ન કરશે’
આ ઉપરાંત કેટલાક યુઝર્સ આને BCCI (ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા)એ લીધેલા તાજેતરના નિર્ણય સાથે જોડી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે કે, ‘હાર્દીકની દરેક મેચ દરમિયાન માહિકા સતત સ્ટેડિયમમાં જોવા મળતી હતી. અહેવાલો અનુસાર હાર્દિક ટીમની આંતરિક સમીક્ષા બેઠકો (debriefs) છોડીને મેચ પૂરી થતાં જ સીધો તેની પાસે દોડી જતો હતો. અફવાઓ એવી છે કે માહીકાએ ડ્રેસિંગ રૂમમાંથી ટીમની ખાનગી ચર્ચાઓ લીક કરી દીધી હતી. કથિત રીતે અંબાણી પરિવારને આ વાતની ખબર પડી અને તેમણે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.’

પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘અહેવાલો મુજબ, અંબાણી પરિવારે BCCIને સુરક્ષા અને ગોપનીયતાના નિયમો વધુ કડક કરવા વિનંતી કરી હતી. બીસીસીઆઈએ ખેલાડીઓને ટીમના કેમ્પની આસપાસ તેમની ગર્લફ્રેન્ડ્સને લાવવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો હતો. હાર્દિક તેના અંગત જીવન પર લાદવામાં આવેલા આ નવા નિયંત્રણોથી ભારે ગુસ્સે ભરાયો હતો. અહેવાલો અનુસાર, તેણે વિરોધ સ્વરૂપે આગળ ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. હાર્દિક હવે 22 મેના રોજ ઉદયપુરમાં માહીકા સાથે લગ્ન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ લગ્ન તેને (માહિકાને) સત્તાવાર રીતે ફરીથી સ્ટેડિયમમાં લાવવા માટેની એક વ્યૂહાત્મક ચાલ છે.’

નોંધનીય છે કે, હજુ સુધી હાર્દિક પંડ્યા કે માહિકા શર્માએ આ ચર્ચાઓ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નથી, તેમજ લગ્નની સત્તાવાર પુષ્ટિ પણ કરી નથી. તેવામાં અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ્સને ફેક ગણાવી રહ્યા છે. પરંતુ આ વાયરલ પોસ્ટ્સે હાર્દિકના બીજા લગ્નની ચર્ચાઓમાં બળતામાં ઘી હોમ્યું છે.
ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક-માહિકાનો ખુલ્લમખુલ્લા રોમાંસ
ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતે મેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન માહિકાએ હાર્દિકને સ્ટેડિયમમાં કિસ કરી હતી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યું હતું. બાદમાં હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા હતા. બંને પોડિયમ પર સૂતેલા હતા અને એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે હાર્દિકને ખૂબ ટ્રોલ કર્યો હતો.

સ્વિમિંગ પુલનો રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યો
હાર્દિક પંડ્યાએ 19 ફેબ્રુઆરીના રોજ માહિકા શર્માનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર માહિકા સાથેની કેટલીક સુંદર પળોનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં બંને સાથે સમય વિતાવતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. હાર્દિકે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘હેપી બર્થ-ડે માય પ્રિન્સેસ… 25 વર્ષ પહેલાં આ વર્લ્ડમાં જન્મ લેવા માટે થેન્ક યુ. તું ખૂબ જ અદભુત વ્યક્તિ છે..આઈ લવ યુ.’

માહિકાના નામનું ટેટુ બનાવ્યું
થોડા મહિના પહેલા હાર્દિકે ગર્લફ્રેન્ડ મહિકા સાથેના પ્રેમ, ઓળખ અને રિલેશનશિપની વ્યક્તિગત વાર્તા દર્શાવતું ટેટુ બનાવડાવ્યું હતું. તેણે ગળા પર “M” અક્ષરનો ટેટૂ બનાવ્યો છે, જેમાં બે ચિત્તા પણ છે. ટેટૂ બનાવનાર ટીમે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘હાર્દિક રાત્રે 2 વાગ્યે માહિકાને સાથે લઈને આવ્યો હતો. તે માહિકાને સરપ્રાઇઝ આપવામાં આવતો હતો. આ ટેટૂમાં બે ચિત્તા દર્શાવવામાં આવ્યા છે, જે ફક્ત પ્રાણીઓની ડિઝાઇન તરીકે જ નહીં, પરંતુ તેમના સંબંધનું પ્રતિનિધિત્વ કરવા માટે રચાયેલી છે.’

નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ અગાઉ 31 મે 2020ના રોજ ‘ડીજે વાલે બાબુ’ ગીત ફેમ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેએ કોવિડ-19 દરમિયાન ઘરે સાદગીથી લગ્ન કર્યા હતા. એ જ વર્ષે 30 જુલાઈએ નતાશાએ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો.

બાદમાં બંનેએ બે વર્ષ પછી વેલેન્ટાઇન ડેના દિવસે રાજસ્થાનના ઉદયપુરમાં પરંપરાગત રીત-રિવાજો સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. જોકે, બંને વચ્ચે અંતર વધતા જુલાઈ-2024માં છૂટાછેડા લઈ લીધા હતા.

માહિકા શર્મા વિશે જાણો
માહિકા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. તે માત્ર 24 વર્ષની છે. તે એક અભિનેત્રી, મોડલ અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના મજબૂત વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસથી માહિકા મનોરંજન જગતમાં નોંધપાત્ર સ્થાન બનાવી રહી છે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


