Health News Find out how dangerous stray animals in hospitals are to the health of patients | Gujarat News
હોસ્પિટલોને દર્દીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પરંતુ આજકાલ હોસ્પિટલમાં રખડતા પ્રાણીઓનો ત્રાસ વધ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયામાં હોસ્પિટલમાં રખડતા ઉંદર અને બિલાડીના વીડિયો આપણે જોઈએ છીએ. ત્યારે સવાલ એ થાય કે શું આ રખડતા પ્રાણીઓ દર્દીઓના સ્વાસ્થ્ય પર આટલી ગંભીર અસર કરે છે? દર્દીઓ માટેની હોસ્પિટલમાં જયારે રખડતા પ્રાણીઓ આતંક મચાવે છે તેના કારણે કયારેક મોતના જોખમની સ્મસ્યા પણ વધે છે. જાણો આ પ્રાણીઓ દર્દીઓ માટે કેટલા જોખમી હોઈ શકે છે.
હોસ્પિટલમાં ફરતા કૂતરા બાળકો માટે જોખમી
હાલમાં ઉંદર કરડવાથી એક નવજાત બાળકીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. જેણે લોકોમાં ચર્ચા જગાવી હતી. હોસ્પિટલમાં કૂતરા, બિલાડી કે ઉંદર રખડતા જોવા મળે, ત્યારે તે માત્ર ગંદકી નથી ફેલાવતા, પણ જીવલેણ રોગોનું કારણ પણ બને છે. હોસ્પિટલના વૉર્ડ કે કોરિડોરમાં ફરતા કૂતરાઓ ગંભીર ખતરો પેદા કરે છે. કૂતરો કરડે નહીં પણ માત્ર ખુલ્લા ઘાને ચાટે, તો પણ તેની લાળમાં રહેલા વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. હોસ્પિટલમાં આવતા બાળકો કૂતરાઓનો જલ્દી શિકાર બને છે, તેથી તેમનાથી અંતર રાખવું ખૂબ જરૂરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

