Health News Risk of death from pneumonia a serious illness is life possible with one lung Know the opinion of experts | Gujarat News

Last Updated: April 30, 2026By

ભારતમાં અસ્થમાના દર્દીમાં વધારો થયો છે. બદલાતા હવામાનની દરેક વ્યક્તિ પર અસર થઈ રહી છે. અસ્થમાની સમસ્યા વધતા ફેંફસા પર અસર કરે છે. ફેંફસામાં ઇન્ફેકશન થતા શરૂઆતમાં જ સારવાર ના કરવામાં આવે તો સમસ્યા વધે છે. કેટલાક સંજોગોમાં તે જીવલેણ પણ બને છે. ઘણા કિસ્સાઓમાં, આ રોગ એટલો ગંભીર બની જાય છે કે ફેફસાં દૂર કરવા પડી શકે છે. પરંતુ શું કોઈ વ્યક્તિ એક જ ફેફસાંથી જીવી શકે છે. આવી સ્થિતિમાં જો ગંભીર ન્યુમોનિયા થાય તો કેવી રીતે બચી શકાય.

ન્યુમોનિયાના કારણે ફેફસાંમાં ઇન્ફેકશન

આપણા દેશમાં ન્યુમોનિયા પ્રત્યે જાગૃતિનો અભાવ એક ચિંતાનો વિષય છે. ફેફસાંનો આ ચેપ જો સમયસર ઓળખાય નહીં, તો તે અત્યંત જોખમી બની શકે છે. ગંભીર પરિસ્થિતિમાં દર્દીનું ફેફસું ઓપરેશન દ્વારા દૂર કરવાની પણ નોબત આવી શકે છે, જે બાદ ‘શું વ્યક્તિ એક ફેફસાં સાથે જીવી શકે?’ તેવો પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે. હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે ન્યુમોનિયા ફેફસાંને અસર ના કરે માટે કેવી સારવાર કરવી.

ન્યુમોનિયા કેમ ખતરનાક માનવામાં આવે છે

ન્યુમોનિયા એ બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા ફેલાતો ફેફસાંનો ગંભીર ચેપ છે. આ રોગમાં ફેફસાંની હવાની કોથળીઓમાં લાળ ભરાઈ જાય છે, જેને કારણે શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડે છે. અતિશય તાવ, છાતીમાં તીવ્ર દુખાવો, અશક્તિ અને શ્વાસ ચઢવો એ તેના મુખ્ય લક્ષણો છે. બાળકો, વડીલો, ધૂમ્રપાન કરનારા અને નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકોએ આમાં ખાસ સાવધાન રહેવું જોઈએ.

નિદાન અને શસ્ત્રક્રિયાની જરૂરિયાત

સામાન્ય રીતે એક્સ-રે અને બ્લડ ટેસ્ટ દ્વારા ન્યુમોનિયાની પુષ્ટિ કરવામાં આવે છે. ચેપના પ્રકાર મુજબ ડોક્ટરો એન્ટિબાયોટિક્સ કે એન્ટિવાયરલ દવાઓ આપે છે. જોકે, જ્યારે ન્યુમોનિયા, કેન્સર કે ક્ષય જેવા રોગો ફેફસાંને મર્યાદા બહાર નુકસાન પહોંચાડે, ત્યારે ન્યુમોનેક્ટોમી (Pneumonectomy) સર્જરી દ્વારા આખું ફેફસું દૂર કરવું પડે છે.

શું એક ફેફસાં સાથે સામાન્ય જીવન શક્ય છે

તબીબી નિષ્ણાતોના મતે એક ફેફસાં સાથે પણ જીવન જીવી શકાય છે. શરીરનું અનુકૂળન જરૂરી. જ્યારે એક ફેફસું દૂર થાય છે, ત્યારે બીજું ફેફસું તેની કાર્યક્ષમતા વધારીને શરીરની જરૂરિયાતો પૂરી કરવા લાગે છે. આવા દર્દીઓ તેમનું રૂટિન કામ કરી શકે છે, પરંતુ તેમને ખૂબ જ સખત શારીરિક શ્રમ કે ભારે કસરત કરવામાં થોડી તકલીફ પડી શકે છે. યોગ્ય તબીબી દેખરેખ અને સાવધાની સાથે એક ફેફસાં ધરાવતી વ્યક્તિ પણ સંતોષકારક જીવન વિતાવી શકે છે. આ માટે તેમણે ડોક્ટરની નિયમિત મુલાકાત તેમજ યોગ્ય જીવનશૈલી અપનાવવી.

આ પણ વાંચો: Summer Tips: ઉનાળામાં લૂ અને હીટ સ્ટ્રોકનો વધ્યો ખતરો, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )