Health Tips : મેનોપોઝ શું છે? આ સમયગાળામાં મહિલાઓએ કેમ રાખવી જોઈએ ખાસ કાળજી? જાણો ડોક્ટરની મહત્વની ટિપ્સ
મેનોપોઝ એ સ્ત્રીના જીવનમાં એક કુદરતી અને મહત્વપૂર્ણ તબક્કો છે. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વય વચ્ચે આવે છે. જ્યારે સતત 12 મહિના સુધી માસિક ન આવે, ત્યારે તેને મેનોપોઝ કહેવામાં આવે છે. આ દરમિયાન શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે છે એટલે જ મેનોપોઝમાં મહિલાઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. ડોકટર કહે છે કે આ સમય દરમિયાન સ્ત્રીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ.
શું હોય છે મેનોપોઝ
મેનોપોઝ એક કુદરતી પ્રક્રિયા છે, તે કોઈ રોગ નથી. 45 કે તેથી વધુ ઉંમરની મહિલાઓને આ સમયમાં મેનોપોઝ આવે છે. જ્યારે તેના માસિક ધર્મ કાયમ માટે બંધ થઈ જાય છે તેને મેનોપોઝ કહે છે. આ સમય દરમિયાન, શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે અનેક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. મહિલાઓ માટે આ જીવનનો સૌથી મહત્વનો તબકકો છે.
મેનોપોઝમાં શરીરમાં દેખાય છે આ લક્ષણો
મેનોપોઝમાં શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે. અચાનક ગરમી લાગવી, ચહેરો લાલ થઈ જવો અને પરસેવો વળવો એ 45થી વધુ ઉંમરનીમહિલાઓ માટે મેનોપોઝનું મુખ્ય લક્ષણ છે. ઊંઘ દરમિયાન અતિશય પરસેવો થવો, મેનોપોઝ આવતા પહેલા માસિક ચક્ર અનિયમિત બને છે, પૂરતી ઊંઘ ન આવવી અથવા રાત્રે વારંવાર જાગી જવું. આ ઉપરાંત આ સમયમાં મહિલાઓનું વજન વધે છે. મેટાબોલિઝમ ધીમું થવાને કારણે ખાસ કરીને પેટના ભાગે ચરબી વધી છે. શરીરમાં દેખાતા લક્ષણો મેનોપોઝના છે.
મહિલાઓએ મેનોપોઝમાં આ બાબતનું ધ્યાન રાખવું
- મેનોપોઝ દરમિયાન મહિલાઓએ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સમયમાં તમારા રોજિંદા કાર્યો સાથે તાલમેલ જાળવવા ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું.
- પોતાની દિનચર્યામાં સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નિયમિત કસરત, જેમ કે ઝડપી ચાલવું અથવા યોગ, શરીરને સક્રિય અને મજબૂત રાખવામાં મદદ કરે છે. પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, કારણ કે આ સમય દરમિયાન અનિદ્રા વધી શકે છે.
- આ સમય દરમિયાન, કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક, જેમ કે દૂધ, દહીં, તલ અને સૂર્યપ્રકાશનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. પ્રોટીનયુક્ત ખોરાક, ફળો, લીલા શાકભાજી અને આખા અનાજને દૈનિક ભોજનમાં સામેલ કરો.ઓમેગા-3 થી ભરપૂર અખરોટ અને શણના બીજ પણ ફાયદાકારક છે.
- માનસિક તણાવથી દૂર રહો. આ સમયમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે. માનસિક સંતુલન જાળવવામાં પરિવાર અને મિત્રોની મદદ લઈ શકો છો. તમારા શરીરના સંકેતોને અવગણશો નહીં પરંતુ યોગ્ય કાળજી લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

