Holi 2026 : હોળી રમતા પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખો, સ્વાસ્થ્યને ના થાય નુકસાન
હોળીના રંગોનો તહેવાર છે. હોળી તહેવારમાં પહેલા દિવસે લોકો ઉપવાસ કરે છે અને સાંજે હોળિકા દહન બાદ ભોજન કરે છે. જયારે બીજા દિવસે એટલે ધુળેટીના દિવસે લોકો એકબીજા પર ગુલાલથી લઈને જુદી-જુદી જાતના રંગ લગાવે છે, તો કયાંક લોકો પાણીથી હોળી રમવાનો આનંદ લે છે. હોળીમાં ઉપયોગમાં લેવતા રંગો તમારી ત્વચા અને સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડી શકે છે. હોળી રમતા પહેલા તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હોળી રમતા પહેલા આ સાવધાની રાખશો તો સ્વાસ્થ્ય સલામત રહેશે.
ત્વચા અને વાળની સુરક્ષાનું રાખો ધ્યાન
હોળીમાં ત્વચા અને વાળની સુરક્ષા કરો. હોળી રમવા જતા પહેલા આખા શરીર પર નાળિયેરનું તેલ, બદામનું તેલ અથવા સારી મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો.નખમાં રંગ ભરાઈ ન જાય તે માટે તેના પર ઘાટી નેઈલ પોલિશ લગાવો. આનાથી ત્વચા પર એક સુરક્ષિત પડ બનશે, જેથી રંગો સીધા ત્વચામાં નહીં ઉતરે. ફેશનના ચકકરમાં વાળ છુટા ના રાખો. વાળમાં બરાબર તેલ નાખીને તેને બાંધી લો. ખુલ્લા વાળમાં રંગો અને કેમિકલ જલ્દી ફસાઈ જાય છે અને વાળ શુષ્ક થઈ જાય છે.
આંખની કાળજી અને પોશાકની પસંદગી
આ તહેવારમાં રંગ અને પાણીનો વધુ ઉપયોગ થાય છે. એટલે એવા પોશાક પહેરવા જે તમને સુરક્ષિત રાખે. શક્ય હોય ત્યાં સુધી આખી બાંયના અને પગ ઢંકાય તેવા સુતરાઉ (કોટન) કપડાં પહેરો. આનાથી શરીરનો ઓછો ભાગ રંગોના સંપર્કમાં આવશે. આંખોને રંગો અને ગંદા પાણીથી બચાવવા માટે ચશ્મા અથવા સનગ્લાસ પહેરો. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ, તો હોળી રમતી વખતે તેને કાઢી નાખો. જો રંગ આંખમાં જાય, તો લેન્સના કારણે વધુ નુકસાન થઈ શકે છે.
હોળી રમવામાં રાખો સાવચેતી
જો હોળી તહેવારમાં રંગોથી રમતી વખતે ત્વચા પર બળતરા થાય, તો તરત જ તે ભાગને ઠંડા પાણીથી ધોઈ નાખવો અને બરફ ઘસવો. હોળી રમતી વખતે આપણે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. પુષ્કળ પાણી પીવો જેથી શરીર અંદરથી હાઇડ્રેટેડ રહે અને ત્વચા પર બળતરા ન થાય. હંમેશા કુદરતી (Natural) અથવા હર્બલ ગુલાલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. પાકા રંગો કે સિલ્વર/ગોલ્ડન પેઇન્ટ ત્વચાને બાળી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

