Hormuz Strait Risk: India Buys Iraq Crude Oil Amid War Fears
નવી દિલ્હી31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇરાકની સરકારી તેલ કંપની તેના ‘બસરા મીડિયમ’ ક્રૂડ પર પ્રતિ બેરલ 33.40 ડોલર સુધીની છૂટ આપી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ છૂટ તે ખરીદદારો માટે છે જેઓ મે મહિનામાં તેલ ખરીદવા માંગે છે.
જોકે, આ સસ્તું તેલ મેળવવા માટે ટેન્કરોને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થવું પડશે, જ્યાં હાલમાં યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા અમેરિકા-ઈરાન યુદ્ધ પછી હોર્મુઝમાંથી તેલ ટેન્કરોનું પસાર થવું લગભગ અશક્ય બની ગયું છે.
એપ્રિલમાં માત્ર 2 જહાજોએ જ તેલ ભર્યું
શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, એપ્રિલમાં ઇરાકના દક્ષિણી બસરા બંદરગાહ પરથી ફક્ત 2 જહાજોએ જ તેલ ભર્યું, જ્યારે માર્ચમાં આ સંખ્યા 12 હતી. સામાન્ય સંજોગોમાં આ બંદરગાહ પરથી દર મહિને લગભગ 80 ટેન્કરો તેલ ભરે છે. ઇરાક આ સંઘર્ષની શરૂઆતમાં જ ઉત્પાદન ઘટાડનારા શરૂઆતી દેશોમાંનો એક હતો, કારણ કે નિકાસ અટકી જવાથી તેના સ્ટોરેજ ટેન્ક ઝડપથી ભરાઈ ગયા હતા.
1 થી 10 મે વચ્ચે સૌથી વધુ છૂટ
ઇરાકની સરકારી તેલ કંપની SOMOની નોટિસ અનુસાર:
- બસરા મીડિયમ ક્રૂડ પર 1-10 મે વચ્ચે 33.40 ડોલર પ્રતિ બેરલની ભારે છૂટ મળશે.
- બસરા મીડિયમ પર 11 મે પછી આ ડિસ્કાઉન્ટ ઘટીને 26 ડોલર પ્રતિ બેરલ થઈ જશે.
- બસરા હેવી ક્રૂડ પર સત્તાવાર કિંમતોથી 30 ડોલર પ્રતિ બેરલ ઓછો ભાવ ઓફર કર્યો છે.
જોખમની જવાબદારી ખરીદનારની રહેશે
SOMO એ નોટિસમાં સ્પષ્ટ કહ્યું છે કે જે ખરીદદારો આ શરતો સ્વીકારશે તેઓ ‘ફોર્સ મેજર’ એટલે કે અણધારી પરિસ્થિતિમાં કરાર રદ કરવાની જોગવાઈનો આશ્રય લઈ શકશે નહીં.
કંપનીનું કહેવું છે કે ખરીદદારોને પહેલેથી જ ખબર છે કે પરિસ્થિતિ અસાધારણ છે, તેથી તેઓ આ આધારે કરારમાંથી પીછેહઠ કરી શકશે નહીં. એટલે કે રસ્તામાં કોઈ હુમલાની જવાબદારી સંપૂર્ણપણે ખરીદનારની રહેશે.

સ્પોટ ટેન્ડર દ્વારા કય્યારાહ ક્રૂડ પણ રજૂ કરાયું
ટ્રેડર્સ અનુસાર SOMO એ ગયા અઠવાડિયે ‘કય્યારાહ ક્રૂડ’ માટે સ્પોટ ટેન્ડર પણ બહાર પાડ્યું હતું. આ માટે પણ તેલના બેરલને ફારસની ખાડીની ખુબ અંદર જઈને લોડ કરવા પડશે. હાલમાં SOMO તરફથી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.
ભારત ઇરાકનો ત્રીજો સૌથી મોટો તેલ ખરીદનાર
કેપલર અનુસાર ફેબ્રુઆરી 2026માં ઇરાક ભારતના ટોપ 3 તેલ સપ્લાયર્સમાં સામેલ હતો:
- રશિયા પ્રથમ સ્થાને છે. તેણે દરરોજ 1.042 મિલિયન બેરલ તેલ પૂરું પાડ્યું..
- સાઉદી અરેબિયા બીજા સ્થાને રહ્યું. તેણે 1.009 મિલિયન બેરલ તેલ પૂરું પાડવામાં આવ્યું..
- ઇરાક 0.981 મિલિયન બેરલના પુરવઠા સાથે ત્રીજા સ્થાને રહ્યું.
- તેલનો પુરવઠો કરતા અન્ય દેશોમાં UAE, અમેરિકા, નાઇજીરીયાનો સમાવેશ થાય છે.
- ભારતની કુલ ક્રૂડ તેલની આયાત લગભગ 106 મિલિયન બેરલ રહી.
નોલેજ પાર્ટ: હોર્મુઝની સ્ટ્રેટ શું છે અને તે શા માટે જરૂરી છે?
હોર્મુઝની સ્ટ્રેટ ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે એક સાંકડો દરિયાઈ માર્ગ છે. દુનિયાનું લગભગ 20% થી 30% ક્રૂડ તેલ આ જ માર્ગેથી પસાર થાય છે.
સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ અને કુવૈત જેવા મોટા તેલ ઉત્પાદક દેશો આ જ માર્ગ પર નિર્ભર છે. યુદ્ધ કે તણાવની સ્થિતિમાં આ માર્ગ બંધ થવાથી ગ્લોબલ માર્કેટમાં તેલનો પુરવઠો ઘટી ગયો છે અને કિંમતો અચાનક વધી ગઈ છે.
- બસરા મીડિયમ: આ મધ્યમ ઘનતા અને સલ્ફર ધરાવતું તેલ છે, જેને રિફાઇન કરવું સરળ હોય છે અને તેમાંથી પેટ્રોલ અને ડીઝલનું સારું ઉત્પાદન મળે છે.
- બસરા હેવી: આ વધુ ઘટ્ટ અને ઉચ્ચ સલ્ફરયુક્ત તેલ છે; તે સસ્તું હોય છે પરંતુ તેને પ્રોસેસ કરવા માટે આધુનિક અને જટિલ રિફાઇનરીઓની જરૂર પડે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


