India Pakistan T20 WC 2026 Match Controversy; Suryakumar Yadav
સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો. ગુરુવારે મુંબઈમાં કેપ્ટન્સ ડે દરમિયાન સૂર્યાએ કહ્યું કે ભારત મેચ રમશે, જો સામેની ટીમ રમવા નથી માગતી તો તે તેમની મરજી છે. સૂર્યકુમારે કહ્યું, અમારી માનસિકતા એકદમ સ્પષ્ટ છે. અમે રમવા માટે ના પાડી નથી, સામેથી ના પાડવામાં આવી છે. ICCએ મેચનું શેડ્યૂલ નક્કી કર્યું છે અને અમે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી ટિકિટ બુક છે અને દિલ્હી પછી અમે કોલંબો જઈ રહ્યા છીએ.
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા કોલંબોમાં પાકિસ્તાન સામે ટકરાવાની છે, પરંતુ પાકિસ્તાન સરકારે આ મેચના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આ ફોટો કેપ્ટન્સ ડે ઇવેન્ટનો છે.
પાકિસ્તાને 1 ફેબ્રુઆરીએ મેચનો બહિષ્કાર કર્યો 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટથી ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો હતો, કારણ કે ICCએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.
બાંગ્લાદેશે સુરક્ષા કારણોનો હવાલો આપતા ભારતને બદલે પોતાની મેચ શ્રીલંકામાં કરાવવાની માગ કરી હતી. આ આખો વિવાદ મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યા બાદ શરૂ થયો હતો. BCCIએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં મુસ્તફિઝુર રહેમાનને ભારતીય લીગમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.
બે શહેરોમાં કેપ્ટન્સ ડે T20 વર્લ્ડ કપનો કેપ્ટન્સ ડે આજે બે શહેરોમાં યોજાયો. મુંબઈમાં ભારત, અફઘાનિસ્તાન, કેનેડા, ઇંગ્લેન્ડ, ઇટાલી, નામિબિયા, નેપાળ, ન્યૂઝીલેન્ડ, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટનોએ ભાગ લીધો. જ્યારે, કોલંબોમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, ઓમાન, પાકિસ્તાન, UAE અને ઝિમ્બાબ્વેની ટીમોના કેપ્ટનો સામેલ થયા.
ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ જ સહજ મુંબઈમાં વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની ડ્રેસિંગ રૂમ પર પડેલી અસર વિશે મોટી વાત કરી. તેમણે કહ્યું કે, ગંભીરે ટીમની અંદર જે વાતાવરણ બનાવ્યું છે, તે ખૂબ જ પોઝિટિવ છે. ડ્રેસિંગ રૂમનું વાતાવરણ પણ ખૂબ જ સહજ રહે છે.
ભારતના 5, શ્રીલંકાના 3 સ્થળોએ ટુર્નામેન્ટ ભારતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ, કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની મેચ રમાશે.
જ્યારે શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મેચ રમાશે. કોલંબોમાં આર પ્રેમદાસા અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ પર મેચ રમાશે. ટીમ ઈન્ડિયા મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં ગ્રુપ સ્ટેજની મેચ રમશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

