India Public Wi-Fi: 4 Lakh Hotspots, One Password; TRAI Seeks Suggestions
નવી દિલ્હી22 કલાક પેહલા
- કૉપી લિંક
સરકાર PM-વાણીની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને એક નવી અને અદ્યતન પબ્લિક વાઇ-ફાઇ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. આ નવી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યુઝર અનુભવને બહેતર બનાવવાનો અને ડિજિટલ ચુકવણીને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
હવે યુઝર્સને દરેક હોટસ્પોટ માટે અલગ OTPની જરૂર નહીં પડે. દેશભરમાં ફેલાયેલા 4 લાખ હોટસ્પોટ પર એક જ OTP કે પાસવર્ડથી લોગિન કરી શકાશે. દૂરસંચાર નિયામક (TRAI) એ આનો પરામર્શ-પત્ર જારી કરીને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
સાર્વજનિક વાઇ-ફાઇને સુરક્ષિત બનાવવા માટે ‘વાઇ-ફાઇ પ્રોટેક્ટેડ એક્સેસ 3’ જેવા ધોરણો લાગુ પડશે. આનાથી ભીડભાડવાળા વિસ્તારોમાં પણ સુરક્ષિત UPI અને ડિજિટલ પેમેન્ટ માટે વધારાનું સુરક્ષા કવચ મળશે.
કમાણીનું મોડેલ બનાવવાનો હેતુ
પેપર મુજબ, હાલની વાઇફાઇ સિસ્ટમ એટલા માટે ચાલી નહીં કારણ કે તે યુઝરની જરૂરિયાત બની શકી નહીં. સાથે જ ઓપરેટરની કમાણી પણ થઈ નહીં. તેથી સરકાર પ્રસ્તાવિત વાઇફાઇ સિસ્ટમને ઓપરેટર માટે કમાણીનું મોડેલ બનાવવા માંગે છે.
આ માટે જાહેરાત-આધારિત મોડેલ, પેઇડ પ્લાન અને સબસિડી (વાયબિલિટી ગેપ ફંડિંગ) જેવા વિકલ્પો આપવામાં આવશે.
‘કોમ્યુનિટી વાઇ-ફાઇ’ મોડેલ લાગુ પડશે
શહેરોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ગામડાઓમાં ઓછી કિંમતવાળું ‘કોમ્યુનિટી વાઇ-ફાઇ’ મોડેલ લાગુ પડશે. દેશની 140 કરોડની વસ્તીમાં હાલમાં માત્ર 2% લોકો પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે.
દક્ષિણ કોરિયામાં 80%, અમેરિકામાં 70%, યુરોપ-ચીનમાં 60% અને ઇંગ્લેન્ડમાં 50% વસ્તી પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે.
ટ્રાઈ દ્વારા પ્રસ્તાવિત આ નવું માળખું માત્ર ઇન્ટરનેટની પહોંચ જ નહીં વધારે, પરંતુ મોબાઇલ નેટવર્ક પર વધતા ડેટાના દબાણને પણ ઘટાડશે.
સસ્તા ઇન્ટરનેટથી ડિજિટલ ઇન્ફ્રા મજબૂત થશે
બીએસએનએલના પૂર્વ ચેરમેન અરુણ શ્રીવાસ્તવના મતે આ માત્ર કનેક્ટિવિટીની ગુણવત્તા સુધારતું નથી, પરંતુ સસ્તું ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવીને ડિજિટલ ઇન્ફ્રાને પણ મજબૂત બનાવે છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ મોંઘા ડેટા પ્લાન લઈ શકતા નથી.
તેમણે કહ્યું કે વાઇ-ફાઇ હાઇ-ડેટા ઉપયોગ જેવી કે વીડિયો, ક્લાઉડ અને AI આધારિત સેવાઓ માટે સારો વિકલ્પ પૂરો પાડે છે. ઈ-ગવર્નન્સ જેવી સેવાઓ સુધી પહોંચવા માટે પણ આ જરૂરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


