Indian Stock Market Dips; Nifty Future at Critical Level
- Gujarati News
- Business
- Indian Stock Market Dips; Nifty Future At Critical Level | Geopolitical Tension Rise
5 કલાક પેહલા
- કૉપી લિંક
વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝ્ડ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના શુભેચ્છક નહીં બનવાના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું હતું, તેમજ વૈશ્વિક બજારોમાં નબળા સેન્ટિમેન્ટ, ખાસ કરીને અમેરિકન અને એશિયન બજારોમાં અનિશ્ચિતતાઓએ ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર કરી. ઉપરાંત, ઊંચા મૂલ્યાંકન પછી પ્રોફિટ બુકિંગ અને કેટલાક સેક્ટરોમાં નબળી ખરીદીની પ્રવૃત્તિ સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલી થવાથી બજારમાં દબાણ વધ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો
મંગળવારે શરૂઆતના વેપારમાં વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા અને ધાતુ આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જેના કારણે ભારતીય મૂડી બજારમાંથી નબળા ઇક્વિટી અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે નુકસાન મર્યાદિત રહ્યું હતું. જોકે, ગ્રીનલેન્ડ પર યુરોપિયન યુનિયનના આઠ સભ્યો પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ ધમકી વચ્ચે મુખ્ય વિદેશી હરીફો સામે અમેરિકન ચલણમાં વેચાણ-ઓફ દ્વારા કેટલાક ઘટાડા મર્યાદિત રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.52% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.74% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસીસ, ફોકસ્ડ આઈટી અને પાવર સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4412 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3503 અને વધનારની સંખ્યા 780 રહી હતી, 129 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25259 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25188 પોઈન્ટના પ્રથમ અને 25130 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25303 પોઈન્ટ થી 25373 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25188 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઇન્ડસઇન્ડ બેન્ક ( 907 ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.916 થી રૂ.922 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.880 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
એસબીઆઈ કાર્ડ્સ ( 812 ) :- રૂ.02 ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.790 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.819 થી રૂ.823 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
ટાટા કન્ઝ્યુમર ( 1183 ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક રૂ.1203 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1170 થી રૂ.1164 ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1215 નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
એચડીએફસી બેન્ક ( 931 ) :- રૂ.947 આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.954 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.919 થી રૂ.909 નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.960 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકા દ્વારા યુરોપના દેશો પર ટેરિફ લગાવવાના પગલાંથી વૈશ્વિક ટ્રેડ વોરની શક્યતા વધતા ભારતીય શેરબજારમાં ટૂંકાગાળે અસ્થિરતા વધવાની સંભાવના છે. ખાસ કરીને યુરોપ પર આધારિત ભારતીય કંપનીઓ, જેમ કે ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગૂડ્સ, મેટલ્સ અને કેમિકલ સેક્ટરમાં દબાણ જોવા મળી શકે છે. યુકે અને જર્મનીને મોટો ફટકો પડવાની શક્યતા હોવાથી ત્યાંથી આવતી ડિમાન્ડમાં ઘટાડો થાય તો ભારતીય એક્સપોર્ટરોની આવક પર અસર પડી શકે છે. આ કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં ઊંચા લેવલ પર પ્રોફિટ બુકિંગ અને કરેકશન જોવા મળી શકે છે, ખાસ કરીને મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં વોલેટિલિટી વધારે રહેવાની શક્યતા છે.
બીજી તરફ, લાંબા ગાળે જો યુરોપ-અમેરિકા વચ્ચેનો વેપાર વિવાદ વધે છે તો ભારતીય બજાર માટે કેટલીક તક પણ ઊભી થઈ શકે છે. અમેરિકા અને યુરોપ વચ્ચે સપ્લાય ચેઇન ખોરવાય ત્યારે વૈકલ્પિક સપ્લાયર તરીકે ભારતને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને ફાર્મા, આઈટી સર્વિસિસ, ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. ઉપરાંત, વૈશ્વિક અનિશ્ચિતતા વધે ત્યારે વિદેશી રોકાણકારો સુરક્ષિત અને ગ્રોથ ઓરિએન્ટેડ માર્કેટ તરીકે ભારત તરફ વળે તેવી શક્યતા રહે છે. તેથી ટૂંકા ગાળે બજારમાં દબાણ રહે છતાં, મજબૂત ફંડામેન્ટલ ધરાવતી ભારતીય કંપનીઓમાં લાંબા ગાળે રોકાણકારો માટે તકો ઊભી થવાની સંભાવના નકારી શકાય નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
