iPhone Sales Up 23%; Record Sales in India, Cook Sees Huge Potential

Last Updated: January 30, 2026By

નવી દિલ્હી53 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વિશ્વની અગ્રણી ટેક કંપની Apple એ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટર (Q1 2026) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ સમય દરમિયાન 143.8 બિલિયન ડોલર (લગભગ ₹13.22 લાખ કરોડ) ની આવક નોંધાવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16% વધુ છે.

આ Apple ના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક કમાણી છે. આ શાનદાર ગ્રોથ પાછળ iPhoneનું જબરદસ્ત વેચાણ અને ચીનના બજારમાં કંપનીની સરપ્રાઈઝ વાપસીને મુખ્ય કારણ માનવામાં આવે છે.

iPhoneના વેચાણમાં 23% નો ઉછાળો

Appleની કુલ કમાણીમાં સૌથી મોટો હિસ્સો iPhoneનો રહ્યો. iPhone નું વેચાણ 23% વધીને 85.3 બિલિયન ડોલર (લગભગ ₹7.84 લાખ કરોડ) પર પહોંચી ગયું છે. કંપનીના સીઈઓ ટિમ કૂકે અર્નિંગ્સ કોલ દરમિયાન જણાવ્યું કે iPhone ની માંગ આશ્ચર્યજનક રહી છે.

વર્તમાનમાં, સમગ્ર વિશ્વમાં Appleના 2.5 બિલિયન (250 કરોડ) થી વધુ એક્ઉટિવ ડિવાઈસેઝનો ઉપયોગ થઈ રહ્યો છે. કંપનીનો પ્રતિ શેર નફો (EPS) પણ 2.84 ડોલર રહ્યો, જેણે વોલ સ્ટ્રીટના 2.68 ડોલરના અનુમાનને પાછળ ધકેલી દીધું.

ચીનમાં ટોપ 3 સ્માર્ટફોનમાં આઇફોન સૌથી આગળ

છેલ્લા કેટલાક સમયથી ચીનના માર્કેટમાં એપલની સ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ હાલના પરિણામોએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગ્રેટર ચાઈના સેક્ટરમાં એપલની આવકમાં 38%નો જબરદસ્ત વધારો જોવા મળ્યો.

ટીમ કૂકે કહ્યું, ‘ગ્રેટર ચાઈનાના ઇતિહાસમાં આઇફોન માટે આ સૌથી શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો રહ્યો.’ ચીનના શહેરોમાં વેચાતા ટોપ ત્રણ સ્માર્ટફોન આઇફોન જ રહ્યા. ત્યાં સ્ટોર ટ્રાફિકમાં ડબલ ડિજિટની વૃદ્ધિ જોવા મળી છે અને રેકોર્ડ સંખ્યામાં લોકોએ એન્ડ્રોઇડ છોડીને આઇફોન અપનાવ્યો છે.

એપલના CEO ટિમ કૂક.

એપલના CEO ટિમ કૂક.

ભારતમાં રેકોર્ડ ગ્રોથ, કૂક બોલ્યા- અહીં અઢળક સંભાવનાઓ

ભારતમાં પણ એપલની ગતિ અટકતી નથી દેખાઈ રહી છે. કંપનીએ ભારતમાં આઇફોન, મેક અને આઇપેડના વેચાણમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. કૂકે ભારતને એક મોટી તક ગણાવતા કહ્યું કે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન અને ચોથું સૌથી મોટું પીસી માર્કેટ છે.

તેમણે જણાવ્યું કે ભારતમાં આઇફોન કે મેક ખરીદનારા મોટાભાગના ગ્રાહકો પહેલીવાર એપલનું પ્રોડક્ટ ખરીદી રહ્યા છે. કંપનીએ ડિસેમ્બરમાં ભારતમાં પોતાનો 5મો રિટેલ સ્ટોર ખોલ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈમાં વધુ એક સ્ટોર ખુલવાનો છે.

સર્વિસિસ સેક્ટરમાંથી ₹2.52 લાખ કરોડની કમાણી

એપલનો સર્વિસિસ બિઝનેસ (એપ સ્ટોર, એપલ મ્યુઝિક, આઇક્લાઉડ) 30 બિલિયન ડોલર (લગભગ ₹2.75 લાખ કરોડ) સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનામાં એપલ ટીવીની વ્યૂઅરશિપમાં 36%નો વધારો નોંધાયો.

જોકે, મેકના રેવન્યુમાં 6.7%નો ઘટાડો થયો અને તે 8.4 બિલિયન ડોલર એટલે કે 77,251 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે એરપોડ્સ પ્રો 3ના સપ્લાયમાં ઘટાડાને કારણે વેરેબલ્સ અને એક્સેસરીઝ સેગમેન્ટમાં 2.2%નો સામાન્ય ઘટાડો જોવા મળ્યો.

ગૂગલ સાથે ભાગીદારી, સિરીમાં AI પાવર મળશે

એપલે પુષ્ટિ કરી છે કે તે તેના વોઇસ આસિસ્ટન્ટ ‘સિરી’ (Siri) ને વધુ સ્માર્ટ અને પર્સનલાઇઝ્ડ બનાવવા માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહ્યું છે.

ટિમ કૂકે જણાવ્યું કે આ ભાગીદારીથી યુઝર્સને નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અનુભવ મળશે, જેમાં એપલની પ્રાઇવસી અને ઓન-ડિવાઇસ પ્રોસેસિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ નવું AI ફીચર આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

સપ્લાય ચેઇન અને મેમરીની વધતી કિંમતો ચિંતાનો વિષય

રેકોર્ડબ્રેક નફા છતાં એપલ સામે કેટલાક પડકારો પણ છે. 3-નેનોમીટર ચિપ પ્રોડક્શનની અછતને કારણે કંપનીને માંગ પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કૂકે સ્વીકાર્યું કે હાલમાં કંપની સપ્લાય ચેઝ મોડમાં છે એટલે કે માંગ સપ્લાય કરતાં વધુ છે.

આ ઉપરાંત, આગામી ક્વાર્ટરમાં મેમરી ચિપ્સની વધતી કિંમતો કંપનીના નફા (માર્જિન) પર અસર કરી શકે છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીએ 13% થી 16% ગ્રોથનો અંદાજ લગાવ્યો છે.