IPLનું ગણિત: બેંગલુરુ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચ્યું:કોલકાતાની પ્લેઓફની રાહ મુશ્કેલ બની; સાત મેચ સુધીની એજય ટીમ પંજાબ માટે આજે જીત જરૂરી
IPL 2026 ના લીગ સ્ટેજમાં હવે 13 મેચ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે બાકીની 8 ટીમો ટોપ-4 ની રેસમાં યથાવત છે. કોલકાતાને હરાવીને બેંગલુરુ પોઈન્ટ્સ ટેબલના ટૉપ પર પહોંચી ગઈ છે. ગુજરાત અને બેંગલુરુ બંનેના 16-16 પોઈન્ટ્સ છે, પરંતુ સારા રનરેટને કારણે બેંગલુરુ પ્રથમ સ્થાને છે. બુધવારની હાર પછી કોલકાતાની રાહ મુશ્કેલ બની ગઈ છે. ટીમને હવે બાકીની બધી મેચ જીતવી પડશે. પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ… બેંગલુરુ-ગુજરાતનું પ્લેઓફ લગભગ પાક્કું બેંગલુરુ અને ગુજરાતને પ્લેઓફ પાક્કું કરવા માટે બાકી રહેલા 2 માંથી એક-એક મેચ જીતવી પડશે. બંને ટીમોના 16-16 પોઈન્ટ્સ છે. બેંગલુરુનો નેટ રનરેટ (+1.053) લીગમાં સૌથી સારો છે. બેંગલુરુનો મુકાબલો પંજાબ અને હૈદરાબાદ સામે છે, જ્યારે ગુજરાતને કોલકાતા અને ચેન્નઈ સામે રમવાનું છે. કોલકાતા 8મા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. ટીમને 4 મેચ પછી હાર મળી. ટીમના 11 મેચમાં 9 પોઈન્ટ્સ છે અને 3 મેચ બાકી છે. કોલકાતાને પ્લેઓફની આશા જાળવી રાખવા માટે તમામ મુકાબલા જીતવા પડશે. ટીમનો આગલો મેચ ગુજરાત, મુંબઈ અને દિલ્હી સામે છે. પંજાબને મુંબઈને હરાવવું જ પડશે પંજાબ કિંગ્સ સતત 4 મેચ હારીને ચોથા સ્થાને સરકી ગઈ છે. ટીમના 13 પોઈન્ટ્સ છે અને દરેક મેચ મહત્વની બની ગઈ છે. પંજાબનો મુકાબલો આજે મુંબઈ સામે થશે, જ્યાં તેને જીત જોઈએ. આ પછી ટીમ બેંગલુરુ અને લખનઉ સામે રમશે. જો ટીમ 2 મેચ જીતે છે તો પ્લેઓફમાં પહોંચવું પાક્કું થઈ જશે. હૈદરાબાદની 2 મેચ બાકી સનરાઇઝર્સ હૈદરાબાદના 14 પોઈન્ટ્સ છે. ગુજરાતે છેલ્લી મેચમાં ટીમને 82 રનથી હરાવીને મુશ્કેલીમાં મૂકી દીધી. તેનો નેટ રનરેટ +0.331 છે. હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવા માટે હવે ચેન્નઈ અને બેંગલુરુને હરાવવા પડશે. ચેન્નઈ પાંચમા સ્થાને યથાવત ચેન્નઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત બાદ વાપસી કરી છે. ટીમ સતત 3 મેચ જીતી ચૂકી છે અને 12 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. CSKને પ્લેઓફમાં પહોંચવા માટે ત્રણેય મેચ જીતવા પડશે. તેના મુકાબલા લખનઉ, હૈદરાબાદ અને ગુજરાત સામે છે. રાજસ્થાન પણ રેસમાં, દિલ્હીની આશાઓ નબળી રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ્સ સાથે રેસમાં બની રહી છે, પરંતુ ટીમે છેલ્લી 7માંથી 5 મેચ ગુમાવી છે. રાજસ્થાનને દિલ્હી, લખનઉ અને મુંબઈ સામે રમવાનું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની આશાઓ નબળી છે. ટીમના 12 મેચમાં 10 પોઈન્ટ્સ છે અને નેટ રનરેટ (-0.993) સૌથી ખરાબ છે. દિલ્હીને પોતાની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે. સાથે જ બીજી ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. ટુર્નામેન્ટના ટોપ પ્લેયર્સ… કોહલી ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર પહોંચ્યો વિરાટ કોહલી IPL 2026માં ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કોલકાતા સામે સદી ફટકાર્યા બાદ તેના 12 મેચમાં 484 રન થઈ ગયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસન 508 રન સાથે પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન 501 રન સાથે બીજા નંબર પર છે. ભુવનેશ્વર 22 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર બેંગલુરુના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર IPL 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે 12 મેચમાં 22 વિકેટ લીધી છે. ગુજરાતના કાગિસો રબાડા 21 વિકેટ સાથે બીજા સ્થાને છે. ચેન્નઈના અંશુલ કંબોજ 19 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. ———————————————————– IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… કોહલીની સદીથી બેંગલુરુ જીત્યું, ટેબલ ટોપર બન્યું; કોલકાતાને 6 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બુધવારે રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. આ જીત સાથે બેંગલુરુ પોઈન્ટ્સ ટેબલના ટોપ પર પહોંચી ગયું છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. વાંચો પૂરા સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

