IPL 2026માં દેશી Vs વિદેશી ખેલાડીઓ:ભારતીય બેટર્સ સ્ટ્રાઈક રેટમાં આગળ નીકળ્યા, બોલિંગમાં હજુ પણ વિદેશી વધુ અસરકારક
એક સમયે IPLની ઓળખ વિદેશી પાવર-હિટર્સથી થતી હતી. ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ, પોલાર્ડ અને વોર્નર જેવા ખેલાડીઓ લીગનો ટેમ્પો નક્કી કરતા હતા. પરંતુ IPL 2026એ તસવીર બદલી નાખી. હવે મેચનો માર્ગ ભારતીય બેટ્સમેનો નક્કી કરી રહ્યા છે. આ સીઝનમાં ભારતીય બેટ્સમેનોએ વિદેશીઓ કરતાં વધુ આક્રમક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. જોકે, બોલિંગમાં વાર્તા ઊંધી થઈ ગઈ. જ્યાં ભારતીય બોલરો આખી સીઝન દબાણમાં દેખાયા, ત્યાં વિદેશી બોલરો ઓછી સંખ્યામાં હોવા છતાં વધુ અસરકારક સાબિત થયા. સ્ટોરીમાં આગળ વાંચો કે 2026માં ભારતીય અને વિદેશી ખેલાડીઓનું પ્રદર્શન ગત સીઝનની સરખામણીમાં કેવું રહ્યું છે. 1. ભારતીય બેટર્સની સ્ટ્રાઈક રેટ વિદેશી બેટર્સ કરતાં વધુ પહેલા ભારતીય બેટ્સમેનો એન્કર રોલમાં દેખાતા હતા અને ઝડપી બેટિંગની જવાબદારી વિદેશી ખેલાડીઓ પર રહેતી હતી. હવે ભારતીય ખેલાડીઓ શરૂઆતથી જ એટેકિંગ ક્રિકેટ રમી રહ્યા છે અને મેચનો ટેમ્પો કંટ્રોલ કરી રહ્યા છે. IPL 2026માં ભારતીય બેટ્સમેનોનો સરેરાશ સ્ટ્રાઈક રેટ 157.01 રહ્યો. ગત સીઝનમાં આ આંકડો 152નો જ હતો. જ્યારે, વિદેશી બેટ્સમેનોએ 155.37ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. ગત સીઝનમાં વિદેશી બેટ્સમેનોએ લગભગ 153ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. 2. ભારતીય બોલરો વધુ દબાણમાં જોવા મળ્યા આ સીઝનમાં ભારતીય બોલરોએ 2025ના 533 વિકેટની સરખામણીમાં 506 વિકેટ લીધા. તેની ઇકોનોમી 9.42 થી વધીને 9.79 થઈ ગઈ. વિદેશી બોલરો પણ ગઈ સીઝનની સરખામણીમાં આ વખતે વધુ મોંઘા સાબિત થયા, તેમ છતાં તેઓ ભારતીય બોલરોની સરખામણીમાં વધુ કરકસરયુક્ત રહ્યા છે. 3. પ્લેયર ઓફ ધ મેચમાં ભારતીયોના નંબર ઘટ્યા આ સીઝનમાં 53 ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યું. તેમાં 31 ભારતીય અને 22 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીયોમાં વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન અને સંજુ સેમસનને સૌથી વધુ 3-3 વખત આ એવોર્ડ મળ્યો. ગયા સીઝનમાં પણ 53 ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા હતા. તેમાં 35 ભારતીય અને 18 વિદેશી ખેલાડીઓને આ એવોર્ડ મળ્યો હતો. ભારતીયોમાં શ્રેયસ ઐયર અને કૃણાલ પંડ્યા સૌથી વધુ 3-3 વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા હતા. આ સીઝનમાં બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ અને એવરેજ બંને વધ્યા ક્રિકેટમાં અવારનવાર કહેવાય છે કે જો બેટિંગની એવરેજ વધારવી હોય તો સ્ટ્રાઈક રેટનું બલિદાન આપવું પડશે અને જો સ્ટ્રાઈક રેટ વધારવો હોય તો એવરેજ સાથે સમાધાન કરવું પડશે. આ વખતે આ કહેવત ખોટી સાબિત થતી દેખાઈ રહી છે. આ સીઝનમાં ઓવરઓલ બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ બંનેમાં પાછલી સીઝનની સરખામણીમાં વધારો નોંધાયો છે. ચોગ્ગા, છગ્ગા, સદી અને અડધી સદીના આંકડા પણ 2025ની સરખામણીમાં વધ્યા છે. બોલરો વધુ મોંઘા સાબિત થયા 2025માં જ્યાં કુલ 829 વિકેટ પડી હતી, ત્યાં 2026માં આ સંખ્યા ઘટીને 813 થઈ ગઈ. બોલરોની સરેરાશ 31.42 થી વધીને 32.45 પર પહોંચી ગઈ. એટલે કે, એક વિકેટ લેવામાં પહેલા કરતા વધુ રન ખર્ચ થયા. ઇકોનોમી રેટ પણ IPL ઇતિહાસમાં સૌથી મોંઘો રહ્યો. 2025ની સરખામણીમાં ઇકોનોમી 9.50 થી વધીને 9.76 થઈ ગઈ. ————————————- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… શું રાજસ્થાનને IPL ફાઈનલની ટિકિટ અપાવી શકશે વૈભવ?:ગુજરાતની બોલિંગ સૌથી મજબૂત, આજે રોયલ્સ-ટાઇટન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા જંગ IPL 2026ના ક્વોલિફાયર-2માં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે. આ મેચ જીતનારી ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. સંપૂર્ણ સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

