IPL 2026: Bengaluru Chance Table Topper
સ્પોર્ટ્સ ડેસ્ક14 કલાક પેહલા
- કૉપી લિંક
સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2026 પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. તેણે બુધવારે પોતાના ઘરઆંગણે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવ્યું. જ્યારે, પંજાબની ટીમ બીજા સ્થાને સરકી ગઈ છે. રાજીવ ગાંધી ઉપ્પલ સ્ટેડિયમમાં 236 રનનો પીછો કરી રહેલી પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 202 રન સુધી જ પહોંચી શકી.
પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ
| રેન્ક | ટીમ | મેચ | જીત | હાર | નો રિઝલ્ટ | પોઇન્ટ્સ | NRR |
| 1 | SRH | 11 | 7 | 4 | 0 | 14 | +0.737 |
| 2 | PBKS | 10 | 6 | 3 | 1 | 13 | +0.571 |
| 3 | RCB | 9 | 6 | 3 | 0 | 12 | 1.42 |
| 4 | RR | 10 | 6 | 4 | 0 | 12 | 0.51 |
| 5 | GT | 10 | 6 | 4 | 0 | 12 | -0.147 |
| 6 | CSK | 9 | 4 | 5 | 0 | 8 | 0.005 |
| 7 | DC | 9 | 4 | 5 | 0 | 8 | -0.895 |
| 8 | KKR | 9 | 3 | 5 | 1 | 7 | -0.539 |
| 9 | MI | 10 | 3 | 7 | 0 | 6 | -0.649 |
| 10 | LSG | 9 | 2 | 7 | 0 | 4 | -1.076 |
પંજાબ સતત ત્રીજી મેચ હાર્યું, સનરાઇઝર્સની 7મી જીત
IPLની વર્તમાન સિઝનમાં શાનદાર શરૂઆત કરનાર પંજાબ કિંગ્સે સતત ત્રીજી મેચ ગુમાવી છે. જ્યારે હૈદરાબાદે સિઝનમાં 7મી જીત મેળવી છે.
- શ્રેયસ અય્યરની ટીમ પાસે 10 મેચમાં 13 પોઈન્ટ્સ છે. ટીમે 6 જીત મેળવી છે, જ્યારે એક મેચ નો રિઝલ્ટ રહી છે. હજુ પંજાબને પ્લેઓફમાં પહોંચવા માટે આગામી 4 માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે.
- પેટ કમિન્સની ટીમે 11 માંથી 7 મેચ જીતી લીધી છે. ટીમ પાસે 14 પોઈન્ટ્સ છે. એક વધુ જીત પ્લેઓફમાં તેની જગ્યા લગભગ પાક્કી કરી દેશે. ટીમને ગુજરાત, ચેન્નઈ અને બેંગલુરુ સાથે પોતાની બાકીની મેચ રમવાની છે.
આજની મેચનો હાલ
લખનઉનો માર્ગ કઠિન, હારી તો બહાર લખનઉ સિઝનમાં 10મી મેચ રમવા જઈ રહી છે. ટીમ પાસે 9 મેચ પછી માત્ર 4 પોઈન્ટ્સ જ છે. તેને હજુ 5 મેચ વધુ રમવાની છે. જો ઋષભ પંતની ટીમ આજે હારી જાય છે, તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. ટોપ-4 માં પહોંચવા માટે તેને આગામી તમામ મુકાબલા જીતવા જ પડશે. તેમ છતાં પ્લેઓફ માટે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.
બેંગલુરુ જીતથી પ્લેઓફની નજીક આવશે બેંગલુરુએ 9 મેચમાં 6 જીત નોંધાવીને 12 પોઈન્ટ્સ મેળવ્યા છે. આવી સ્થિતિમાં, દરેક જીત તેને પ્લેઓફની વધુ નજીક લઈ જશે. છેલ્લી મેચમાં બેંગલુરુને ગુજરાતે હરાવ્યું હતું. ટીમે અત્યાર સુધીમાં માત્ર 3 મેચ હારી છે.
ટુર્નામેન્ટના ટોચના ખેલાડીઓ
ક્લાસનને ઓરેન્જ કેપ, અભિષેક-રાહુલને પાછળ છોડ્યા હૈદરાબાદના હેનરિક ક્લાસન સિઝનના ટોપ સ્કોરર બની ગયો છે. તે 11 મેચમાં 5 ફિફ્ટીની મદદથી 494 રન બનાવી ચૂક્યો છે. તેણે પોતાની ટીમના અભિષેક શર્મા (475 રન) અને દિલ્હીના કેએલ રાહુલ (445 રન)ને પાછળ છોડી દીધા છે. આજે કોહલી ટોપ-3માં સ્થાન બનાવી શકે છે.
પર્પલ કેપ લીડરબોર્ડમાં કોઈ ફેરફાર નહીં
મેચ પછી ટોપ વિકેટ ટેકર્સની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. બેંગલુરુના ભુવનેશ્વર કુમાર અને ચેન્નઈના અંશુલ કંબોજ સમાન 17-17 વિકેટ સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતના કાગીસો રબાડા 16 વિકેટ લઈને નંબર-3 પર છે.
————————————————–
IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…
પંજાબ કિંગ્સને હરાવી હૈદરાબાદ બન્યું ટેબલ ટોપર, 33 રને જીત મેળવી

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવીને IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બીજી તરફ, પંજાબને આ સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ, ટીમ પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


