IPL 2026 Schedule Change; T20 World Cup Final Announcement
સ્પોર્ટ્સ ડેસ્ક8 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025ની સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ જીતી હતી.
IPL 2026 28 માર્ચથી શરૂ થશે. રવિવારે T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા તેની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાનું હતું. તમિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમને કારણે લીગના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચેપોક, ઈડન ગાર્ડન્સમાં થાય છે મેચ
વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં ત્રણ એવા મુખ્ય સ્ટેડિયમ છે જે IPL વેન્યુ તરીકે ઉપયોગમાં લેવાયા છે. તમિલનાડુના ચેન્નઈ સ્થિત એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ચેન્નઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે આસામના ગુવાહાટીમાં બનેલું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું સેકન્ડ હોમ વેન્યુ રહ્યું છે.
ચૂંટણીના કારણે બે તબક્કામાં આવી શકે છે શેડ્યૂલ
2008માં IPL શરૂ થયા પછી જ્યારે પણ દેશમાં સામાન્ય ચૂંટણીઓ (2009, 2014, 2019 અને 2024) અથવા કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે, ત્યારે ટુર્નામેન્ટનું શેડ્યૂલ બે ભાગમાં જાહેર કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે આ વખતે પણ BCCI આવું જ કરશે.
ઓપનિંગ મેચનું સ્થળ પણ ચર્ચામાં, RCBના હોમ ગ્રાઉન્ડ પર શંકા
IPL ગવર્નિંગ કાઉન્સિલ આ વાત પર પણ મંથન કરી શકે છે કે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્યાં યોજવી, કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેમાં સામેલ થશે.
ગયા જૂનમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 ચાહકોના મોત થયા હતા. આ પછી RCB અને કર્ણાટક ક્રિકેટ વચ્ચે આ વાત પર ચર્ચા ચાલી રહી છે કે ટીમ તેની સાત હોમ મેચ ત્યાં જ રમશે કે કોઈ અન્ય સ્થળે ખસેડશે.
ફ્રેન્ચાઇઝીએ નવી મુંબઈ, રાયપુર અને પુણે જેવા શહેરોને વિકલ્પ તરીકે શોર્ટલિસ્ટ કર્યા છે.

RCBના IPL વિનિંગ સેલિબ્રેશનમાં 11નાં મોત થયા હતા.
ઓક્શન વખતે ટીમને તારીખ 26 માર્ચ જણાવવામાં આવી હતી
BCCIએ ગયા વર્ષે ડિસેમ્બરમાં અબુ ધાબીમાં યોજાયેલા IPL ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝીઓને જણાવ્યું હતું કે સીઝન 26 માર્ચથી 31 મે સુધી ચાલશે. તે સમયે 26 માર્ચથી શરૂઆત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. જોકે, જો ઓપનિંગ ડેટ આગળ વધે તો ફાઇનલની તારીખ બદલાશે નહીં. કારણ કે 31 મેના રોજ રવિવાર છે અને મોટાભાગે મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ટાઇટલ મુકાબલા રવિવારે જ હોય છે.

IPL 2026નું ઓક્શન અબુ ધાબીમાં થયું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


