IPL Trade: T Natarajan Returns to SRH, Zeeshan Ansari Joins Delhi Capitals
2 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2027ના ઓક્શન પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સે ટ્રેડ કર્યો છે. મંગળવારે થયેલા આ ડીલમાં ટી. નટરાજન સનરાઇઝર્સ હૈદરાબાદમાં પરત ફર્યો છે, જ્યારે તેના બદલામાં લેગ સ્પિનર ઝીશાન અંસારી દિલ્હી સાથે જોડાઈ ગયો છે.
હૈદરાબાદે નટરાજનને 5 કરોડ રૂપિયાની રકમ પર ટીમમાં સામેલ કર્યો છે. ઝીશાન અંસારી હાલની 40 લાખ રૂપિયાની ફી પર જ દિલ્હી તરફથી રમશે. તેણે IPL 2025માં હૈદરાબાદ માટે 10 મેચ રમી હતી, જેમાં તેણે 6 વિકેટ લીધી હતી.

જીશાને IPL 2025માં હૈદરાબાદ માટે 10 મેચમાં 6 વિકેટ લીધી હતી. 2026ની સીઝનમાં તેને કોઈપણ મેચમાં પ્લેઇંગ-11માં તક મળી નહોતી.
નટરાજન હૈદરાબાદ તરફથી 5 સિઝન રમી ચૂક્યો છે
નટરાજન 2020થી 2024 સુધી પાંચ સીઝનમાં હૈદરાબાદની ટીમનો હિસ્સો રહ્યો હતો. તેની સૌથી સફળ સીઝન 2024 રહી હતી. તે વખતે તેણે ટીમ માટે સૌથી વધુ 19 વિકેટ ઝડપી હતી.
2025ના ઓક્શનમાં દિલ્હીએ નટરાજનને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તે સુધારેલી 5 કરોડ રૂપિયાની ફી પર આગામી IPL રમશે.
પંત અને કુલદીપનો પણ થયો હતો ટ્રેડ
2027ની સીઝન પહેલાં આ એકમાત્ર પ્લેયર ટ્રેડ નથી. જૂનમાં ભારતના વિકેટકીપર રિષભ પંત અને રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને લઈને લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી વચ્ચે પણ ટ્રેડ થયો હતો.
પંત બે સીઝન બાદ પોતાની જૂની ફ્રેન્ચાઇઝીમાં પરત ફર્યો. તેણે અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
IPL 2025ના મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઓક્શનના ઇતિહાસમાં સૌથી મોટી બોલી હતી.
જોકે દિલ્હીમાં પરત ફરતા પંતની ફી 15 કરોડથી ઘટીને 12 કરોડ રૂપિયા થઈ ગઈ. લખનઉમાં કેપ્ટન અને બેટર તરીકેની તેમની બે સીઝન ખરાબ રહી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



