Iran Israel War: એક જ ઝટકામાં દેશને હચમચાવનાર મિસાઈલમાં કઈ ટેકનોલોજીનો કરાયો ઉપયોગ?, જાણો
ઈરાન અને ઈઝરાયલ બન્ને દેશો એકબીજા પર મિસાઈલો છોડી રહ્યા છે.
મિસાઈલની અદ્યતન ટેકનોલોજી
ઈઝરાયલે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇને મારવા માટે બ્લુ સ્પેરો મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયલ દ્વારા વિકસાવવામાં આવેલી બ્લુ સ્પેરો મિસાઈલ હવામાં છોડવામાં આવતી લક્ષ્ય મિસાઈલ તરીકે કાર્ય કરે છે. આ મિસાઈલ ખૂબ જ સચોટ છે અને તેના લક્ષ્ય પર સટીક રીતે ત્રાટકે છે. MIRV અને હાઇપરસોનિક સ્પીડ મિસાઈલની અદ્યતન ટેકનોલોજી એક જ ઝટકામાં દેશને હચમચાવી નાખવાની શક્તિ ધરાવે છે.
‘બ્લુ સ્પેરો’ ટેકનોલોજી ધરાવતી મિસાઇલ
ઇઝરાયલે બ્લુ સ્પેરો નામની એર-લોન્ચ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ જમીન પરથી નહીં પણ F-15 જેવા ફાઇટર એરક્રાફ્ટથી લક્ષ્ય પર છોડવામાં આવે છે. આનાથી તેને ટ્રેક કરવાનું વધુ મુશ્કેલ બને છે. આ મિસાઇલ ખાસ કરીને દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને રડારને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે.
MIRV ટેકનોલોજી ધરાવતી મિસાઇલ
તેને સૌથી ખતરનાક ટેકનોલોજી માનવામાં આવે છે. તેનું પૂરું નામ મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ છે. પરંપરાગત મિસાઇલ ઉપર એક જ વોરહેડ માઉન્ટ હોય છે. જ્યારે MIRV મિસાઇલમાં પાંચથી દસ અલગ વોરહેડ હોય છે. જ્યારે આ મિસાઇલ અવકાશમાંથી વાતાવરણમાં પાછી ફરે છે. ત્યારે તે એક સાથે અનેક બોમ્બ છોડી શકે છે.
હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતી મિસાઇલની વિશેષતાઓ
ઈરાન “ફત્તહ” નામની હાઇપરસોનિક મિસાઇલ ધરાવતો દાવો કરે છે. આ મિસાઇલ અવાજની ગતિ કરતા 5 થી 15 ગણી વધુ ઝડપથી મુસાફરી કરે છે. આ મિસાઇલની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે હવામાં પોતાનો માર્ગ બદલી શકે છે. જ્યારે પરંપરાગત મિસાઇલો નિશ્ચિત માર્ગને અનુસરવામાં સક્ષમ હોય છે, ત્યારે હાઇપરસોનિક મિસાઇલોનો ફાયદો એ પણ છે કે તે રડાર દ્વારા ટ્રેક કરી શકાતી નથી.
આ પણ વાંચોઃ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઇરાનમાં 151 વિદ્યાર્થીઓના થયા મોત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

