Ivory Case: Mohanlal Declares 10 Elephant Tusks And 13 Statues Under Amnesty Scheme; Forest Dept To Conduct DNA Test

Last Updated: July 6, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Ivory Case: Mohanlal Declares 10 Elephant Tusks And 13 Statues Under Amnesty Scheme; Forest Dept To Conduct DNA Test

42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર મોહનલાલે કેરળ વન વિભાગ સમક્ષ 10 હાથીદાંત અને હાથીદાંતમાંથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી છે. આ જાહેરાત એક્ટરે સરકારની એમ્નેસ્ટી (માફી) યોજના હેઠળ કરી છે. મોહનલાલ પર ગેરકાયદેસર રીતે હાથીદાંત રાખવાનો 15 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે.

વારસા અને ભેટમાં હાથી દાંત અને તેની વસ્તુઓ મળ્યાનો દાવો

‘લાઇવ લો’ના રિપોર્ટ અનુસાર, આ તમામ મૂર્તિઓનું કુલ વજન લગભગ 46 કિલોગ્રામ છે, જેમાં ભગવાન કૃષ્ણ, રામ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. એક્ટરે કહ્યું કે, આ વસ્તુઓ તેમને વારસામાં અથવા ભેટમાં મળી હતી.

એક્ટરે 10 હાથીના દાંત અને તેનાથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી છે.

એક્ટરે 10 હાથીના દાંત અને તેનાથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી છે.

વન અધિકારીઓ અનુસાર, મોહનલાલે અગાઉ ફક્ત ચાર હાથીદાંત હોવાની જાણકારી આપી હતી. હવે તેમણે વધુ છ હાથીદાંત સાથે 13 મૂર્તિઓની જાહેરાત કરી છે. વન વિભાગ આ વસ્તુઓની તપાસ માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકે છે.

2011માં રેડ દરમિયાન મળી હતી આ આખો મામલો વર્ષ 2011નો છે. ત્યારે આવકવેરાના અધિકારીઓએ કોચીના થેવરા વિસ્તારમાં આવેલા મોહનલાલના ઘર પર રેડ કરી હતી. ટીમ ત્યાં નાણાકીય દસ્તાવેજો અને રોકડ શોધવા ગઈ હતી, પરંતુ તેમને ઘરમાં હાથીના દાંત અને તેનાથી બનેલી કલાકૃતિઓ સજાવેલી મળી હતી.

સરકારની મંજૂરી વિના હાથીના દાંત રાખવા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગેરકાયદેસર છે. આ પછી વન વિભાગે આ વસ્તુઓને જપ્ત કરીને પેરુમ્બાવૂર કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો.

મોહનલાલ પર હાથીદાંત ગેરકાયદેસર રીતે રાખવાનો 15 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે. (ફાઇલ ફોટો)

મોહનલાલ પર હાથીદાંત ગેરકાયદેસર રીતે રાખવાનો 15 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે. (ફાઇલ ફોટો)

એક્ટરે કહ્યું હતું- ‘કાયદાની જાણકારી નહોતી’ ‘ડાઉન ટુ અર્થ’ના રિપોર્ટ અનુસાર, મોહનલાલે ત્યારે દાવો કર્યો હતો કે, આ હાથીદાંત એક એવા પાલતુ હાથીના છે, જેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. તેમણે તેને ફક્ત યાદગીરી તરીકે પોતાની પાસે રાખ્યા હતા. એક્ટરનું કહેવું હતું કે, તેમને તેને રાખવું ગેરકાયદેસર છે તેની જાણકારી નહોતી. ત્યારબાદ વર્ષ 2015માં સરકારે તેમને આ હાથીદાંતની ઘોષણા કરવાની મંજૂરી આપી દીધી અને વર્ષ 2016માં તેમને ઓનરશિપ સર્ટિફિકેટ પણ જારી કરી દેવામાં આવ્યું.

મોહનલાલ એક પ્રોફેશનલ રેસલર હતા. તેઓ 1977 થી 1978 સુધી સ્ટેટ રેસલિંગ ચેમ્પિયન રહ્યા.

મોહનલાલ એક પ્રોફેશનલ રેસલર હતા. તેઓ 1977 થી 1978 સુધી સ્ટેટ રેસલિંગ ચેમ્પિયન રહ્યા.

કોર્ટના નિર્ણય પછી સર્ટિફિકેટ રદ થયું મોહનલાલે પેરુમ્બાવૂર કોર્ટના આદેશને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાંથી તેમને વર્ષ 2025 સુધી વચગાળાનો સ્ટે મળ્યો હતો. એક્ટરે વર્ષ 2016 અને 2019માં સરકારને કેસ પાછો ખેંચવા અપીલ પણ કરી હતી, જેને વર્ષ 2023માં ફગાવી દેવામાં આવી હતી.

‘લાઇવ લૉ’ના રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2025માં હાઈકોર્ટે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીઓ અને વન્યજીવ સંરક્ષકોની અરજી પર સુનાવણી કરતા મોહનલાલના માલિકી પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું. જોકે, કોર્ટે એક્ટર પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો ન હતો. હવે વન વિભાગ આ હાથીદાંત અને મૂર્તિઓની અસલિયત જાણવા માટે તેમનો ડીએનએ ટેસ્ટ કરાવી શકે છે.

Leave A Comment