Janhvi Kapoor Fan Selfie Bawal VIDEO
2 કલાક પેહલા
- કૉપી લિંક
સોમવારે અપકમિંગ ફિલ્મ ‘પેડ્ડી’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. મુંબઈના બીકેસીમાં યોજાયેલી આ ઇવેન્ટમાં જાન્હવી કપૂર અને રામચરણ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન એક ફેનનું નજીક આવીને સેલ્ફી લેવું જાન્હવી કપૂરને પસંદ ન આવ્યું અને તેણે બોડીગાર્ડને ઇશારો કરીને તરત જ તેને દૂર કરાવી દીધો.
‘પેડ્ડી’ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાન્હવી કપૂર મંચ પર છે. ત્યારે એક ફેન તેમની ખૂબ નજીક આવ્યો અને સેલ્ફી લેવા લાગ્યો. તેના આવતા જ જાન્હવી કપૂરે પાસે ઉભેલા બોડીગાર્ડને એક નજર જોઈને ઇશારો કર્યો, જેના તરત બાદ ગાર્ડે તે વ્યક્તિનો હાથ પકડીને ધક્કો મારીને મંચ પરથી નીચે ઉતારી દીધો.

વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો જાન્હવીની ટીકા કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, મને સમજાતું નથી કે આ લોકોને આટલું ધ્યાન કેમ આપવામાં આવે છે. આ લોકો ભૂલી જાય છે કે તે લોકોની કારણે જ છે અને આપણા વિના કંઈ નથી.


જ્યારે બીજા યુઝરે લખ્યું છે, એટલે એની મૂવી ચાલતી નથી. જેના કારણે ઇન્ડસ્ટ્રી છે, એની જ ઇજ્જત નથી કરતા. નેપોકિડ્સ છે, તો મૂવી મળી રહી છે અને સારા હોવાનો દેખાડો કરે છે. બાકી ખરેખરમાં એની પાસે કંઈ નથી.
ગોવિંદાના ગાર્ડની પાપારાઝી સાથે થઈ બોલચાલ
તાજેતરમાં ગોવિંદા એક ઇવેન્ટનો ભાગ બન્યા, જ્યાં તેમના બોડીગાર્ડ્સ અને પાપારાઝી વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ઇવેન્ટ પૂરી થયા પછી જેવો ગોવિંદા બહાર નીકળ્યો, ત્યારે ભીડે તેને ઘેરી લીધો. આ દરમિયાન પાપારાઝી પણ તેને ક્લિક કરી રહ્યા હતા. ત્યારે ગોવિંદાના બાઉન્સરે તેના નીકળવાનો રસ્તો બનાવતા લોકોને પાછળ ધક્કો માર્યો.


ધક્કો લાગતા જ ત્યાં હાજર પાપારાઝી ભડકી ગયો અને દલીલ શરૂ કરી દીધી. હોબાળો થયા પછી ગોવિંદાએ પોતે વચ્ચે પડીને મામલો સંભાળ્યો.
બે વાર પોસ્ટપોન થઈ જ્હાન્વી કપૂર- રામચરણની પેડ્ડી
ફિલ્મ પેડ્ડી શરૂઆતમાં 27 માર્ચે રામચરણના જન્મદિવસ પર રિલીઝ થવાની હતી, જોકે, બાદમાં તેને પોસ્ટપોન કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મને ધુરંધર 2 અને ટોક્સિક સાથેના ક્લેશથી બચાવવા માટે પોસ્ટપોન કરવામાં આવી હતી, જોકે, મેકર્સે પોસ્ટપોનનું કારણ ફિલ્મના કેટલાક ભાગો પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું.

પહેલા 30 એપ્રિલ 2026 પછી તેને 25 જૂન માટે શેડ્યૂલ કરવામાં આવી, જેના પછી પ્રી-પોન કરીને તેને 4 જૂને રિલીઝ કરવામાં આવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


