Japan Kyushu Kumamoto Earthquake Tsunami Alert; Latest Updates

Last Updated: July 28, 2026By

11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જાપાનના સરકારી મીડિયા NHKએ જાહેર કરેલા ફૂટેજમાં ભૂકંપના આંચકા કેદ થયા છે.

જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશૂના કુમામોટોમાં મંગળવારે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ પહેલાં ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવવામાં આવી હતી.

જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કુમામોટોના દરિયાકાંઠાના શહેર ઉટો નજીક 10 કિમીની ઊંડાઈએ હતું. શરૂઆતી આંચકાઓ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેને પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી.

રોયટર્સના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકાઓમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. સાથે જ, 48,300થી વધુ ઘરોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ કંપની ક્યુશૂ ઈલેક્ટ્રિક પાવરે જણાવ્યું કે વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે.

ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. ઘણી જગ્યાએ આગ લાગવાની અને લોકો ઘાયલ થવાના પણ અહેવાલો છે. રાહત અને બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

જાપાન હવામાન એજન્સી (JMA)એ લોકોને ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી આફ્ટરશોક્સ આવી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભૂકંપને લગતા ફુટેજ…

જાપાનના કુમામોટોમાં તીવ્ર આંચકાઓ પછી ધૂળની મોટી ડમરીઓ ઊડતી જોવા મળી. ભૂકંપની અસરથી વિસ્તારમાં કેટલીક જગ્યાએ નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે.

જાપાનના કુમામોટોમાં તીવ્ર આંચકાઓ પછી ધૂળની મોટી ડમરીઓ ઊડતી જોવા મળી. ભૂકંપની અસરથી વિસ્તારમાં કેટલીક જગ્યાએ નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે.

ભૂકંપ પછી ઐતિહાસિક કુમામોટો કિલ્લાની પથ્થરની દીવાલોનો એક ભાગ ધસી પડ્યો.

ભૂકંપ પછી ઐતિહાસિક કુમામોટો કિલ્લાની પથ્થરની દીવાલોનો એક ભાગ ધસી પડ્યો.

ભૂકંપ પછી કુમામોટોમાં રસ્તાઓ તૂટી ગયા છે.

ભૂકંપ પછી કુમામોટોમાં રસ્તાઓ તૂટી ગયા છે.

જાપાન ભૂકંપ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…

લાઈવ અપડેટ્સ

11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કુમામોટોમાં 4.2 તીવ્રતાનો આફ્ટરશોક

જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 7 વાગ્યે કુમામોટોમાં 4.2 તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો હતો.

બીજી તરફ, જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ મિનોરુ કિહારાએ મંગળવારે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કુમામોટોમાં સેના દ્વારા કટોકટી રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

09:21 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

48 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ

કુમામોટો પ્રીફેક્ચરમાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી 48,300થી વધુ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ કંપની ક્યુશુ ઇલેક્ટ્રિક પાવરની ટીમો પુરવઠો પૂર્વવત કરવામાં જોતરાઈ ગઈ છે.

કંપનીએ લોકોને અપીલ કરી છે કે નીચે પડેલા કે તૂટેલા વીજળીના વાયરોને અડકવું નહીં. સાથે જ ક્યાંય પણ વીજળીના સાધનો કે લાઈનોમાં નુકસાન દેખાય તો તરત જ તેની જાણ કરવા જણાવ્યું છે.

09:20 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

કુમામોટોના રસ્તાઓ પર મોટી તિરાડો પડી

09:18 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

કુમામોટો પ્રીફેક્ચરલ મ્યુઝિયમ ઑફ આર્ટ બંધ

કુમામોટો પ્રીફેક્ચરલ મ્યુઝિયમ ઑફ આર્ટે બુધવારે બંધ રહેવાની જાહેરાત કરી છે. મ્યુઝિયમ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ નિર્ણય સુરક્ષાના સાવચેતીના પગલા રૂપે લેવામાં આવ્યો છે.

09:17 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

જાપાનના 4 મોટા ભૂકંપ

09:12 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

ભૂકંપથી બચાવનું જાપાન મોડેલ

જાપાન વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ આવતા દેશોમાં સામેલ છે. અહીં દર વર્ષે 1,500થી વધુ ભૂકંપ નોંધાય છે. આમ છતાં, મોટા ભૂકંપોમાં અન્ય દેશોની સરખામણીએ નુકસાન ઓછું થાય છે. એનું કારણ અર્થક્વેક-પ્રૂફ ઇમારતો, તરત જ મળતી ચેતવણી, લોકોની નિયમિત તૈયારી અને મજબૂત રાહત વ્યવસ્થા છે.

08:44 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

સુનામી એલર્ટ બાદ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવાના આદેશ

સુનામી એલર્ટ જારી થયા બાદ જાપાનના પ્રશાસને પ્રભાવિત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાત્કાલિક સ્થળાંતરના આદેશ જારી કર્યા છે. અરિયાકે અને યાત્સુશિરો સમુદ્ર માટે એડવાઈઝરી જાહેર કરી છે.

પ્રશાસને લોકોને કહ્યું છે કે સમુદ્ર અને દરિયાકાંઠાના વિસ્તારો ખતરનાક છે. તરત જ કિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ જતા રહો. જ્યાં સુધી આગળની સૂતના જણાવાય નહીં, ત્યાં સુધી સમુદ્રમાં ન જાવ અને કિનારાની નજીક પણ ન જાવ.

આ સાથે, કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રાંતોમાં ઈમરજન્સીની ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને શાંત રહેવા, સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અને ટીવી, રેડિયો અને સત્તાવાર માધ્યમો દ્વારા જારી કરાયેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

08:41 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

એક મીટર ઊંચી સુનામીની ચેતવણી

જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, 7.1 તીવ્રતાના ભૂકંપ પછી 1 મીટર સુધી ઊંચી સુનામીની લહેરો ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે તરત જ સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરવામાં આવી છે.ભૂકંપ પછી જાપાન સરકારે કુમામોટો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રાંતોમાં પણ કટોકટી ભૂકંપ ચેતવણી જાહેર કરી છે. આ બધા પ્રાંતો ક્યુશુ દ્વીપ પર આવેલા છે. આ માહિતી સમાચાર એજન્સી રોયટર્સે આપી છે.

08:40 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

આંચકા એટલા તીવ્ર હતા કે લોકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું

જાપાન સરકારે દક્ષિણ ક્યુશુ ટાપુ પર આવેલા કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રાંતોમાં એલર્ટ જાહેર કર્યું છે. જાપાની ભૂકંપ તીવ્રતા સ્કેલ પર આ ભૂકંપને મહત્તમ ‘શિંદો 7.1’ માપવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે આંચકા એટલા તીવ્ર હતા કે લોકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. આ દરમિયાન ઘણી ઇમારતો પત્તાના મહેલની જેમ હલવા લાગી. ભૂકંપ પછી રાહત અને બચાવ દળો કામમાં લાગી ગયા છે.

બુલેટ ટ્રેન અટકાવી દેવામાં આવી

જાપાન સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ ક્યુશુ શિંકાનસેન (Kyushu Shinkansen) પર બુલેટ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે અને વીજળી તથા પાણીના પુરવઠામાં વિક્ષેપ પડવાના અહેવાલો છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં આવેલા પરમાણુ ઉર્જા મથકોની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

08:40 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

જાપાનમાં સૌથી વધુ ભૂકંપ આવે છે

જાપાન દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. આ જ કારણથી અહીં ભૂકંપ અને સુનામીની ચેતવણી આપતી સિસ્ટમ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સિસ્ટમમાં ગણાય છે.

જાપાન દુનિયાના સૌથી ખતરનાક ભૂકંપીય ક્ષેત્ર એટલે કે ‘પ્રશાંત રિંગ ઓફ ફાયર’ પર આવેલું છે. અહીં ચાર ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજાને મળે છે, જેના કારણે ધરતીની અંદર સતત હલચલ થતી રહે છે. દુનિયાભરમાં આવતા કુલ મોટા ભૂકંપોનો લગભગ 18 ટકા હિસ્સો એકલા જાપાનમાં નોંધાય છે.

08:39 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

આ રીતે ભૂકંપની તીવ્રતાનો અંદાજ આવે છે

ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપીસેન્ટર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગથી આંચકા આવો છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ કરી શકે છે.

વિશ્વના 90% ભૂકંપ આ રીંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના તમામ સક્રિય જ્વાળામુખીમાંથી, 75% આ પ્રદેશમાં છે. 15 દેશો – જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રીંગ ઓફ ફાયર હેઠળ છે.

08:39 AM28 જુલાઈ 2026

  • કૉપી લિંક

હવે જાણો ભૂકંપ શા માટે આવે છે?

આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટ્સ સતત ફરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત, અથડાવાને કારણે, પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

Leave A Comment