Jaya Bachchan Rebukes Ministers in Parliament; Congress MP Rajiv Shukla Reveals Her Strict Discipline & Rekha’s Role

Last Updated: January 26, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Jaya Bachchan Rebukes Ministers In Parliament; Congress MP Rajiv Shukla Reveals Her Strict Discipline & Rekha’s Role

8 કલાક પેહલા

  • કૉપી લિંક

પીઢ એક્ટ્રેસ અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન ઘણીવાર તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ અને કડક મિજાજને કારણે ચર્ચામાં રહે છે. ભલે તે કોઈ સાર્વજનિક કાર્યક્રમ હોય કે સંસદ ભવન, જયા બચ્ચન પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ નથી હટતા.

હવે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાએ જયા બચ્ચનની આ સ્પષ્ટતા અને તેમના રાજકીય કાર્યકાળ વિશે ખૂલીને વાત કરી છે. આ સાથે તેમણે રેખાની રાજનીતિમાં ભૂમિકા પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો.

‘જયા મંત્રીઓને ઠપકો આપવામાં પણ અચકાતા નથી’

રાજીવ શુક્લાએ જણાવ્યું કે, જયા બચ્ચન ખૂબ જ કડક અને શિસ્તબદ્ધ નેતા છે, જે ખોટી વાતને બિલકુલ સહન નથી કરતા. તેમણે કહ્યું કે, ‘જયા બચ્ચન સંસદમાં મંત્રીઓને તેમની સામે જ ઠપકો આપવાથી પણ અચકાતા નથી.’

તાજેતરમાં રાજીવ ANI પોડકાસ્ટનો ભાગ બન્યા હતા. અહીં તેમને હોસ્ટ સ્મિતા પ્રકાશે પૂછ્યું કે, ‘શું તમે જયા બચ્ચનનો ઇન્ટરવ્યુ કર્યો છે?’ જવાબમાં રાજીવ હા પાડે છે. પછી સ્મિતા તેમને પૂછે છે કે, ‘તેઓ હંમેશા મીડિયાથી કેમ નારાજ રહે છે?’

જયા બચ્ચન તેમની સ્પષ્ટવક્તા શૈલીને કારણે ચર્ચામાં રહે છે.

જયા બચ્ચન તેમની સ્પષ્ટવક્તા શૈલીને કારણે ચર્ચામાં રહે છે.

‘સંસદમાં ચેરમેનની ખોટી વાત સામે પણ અવાજ ઉઠાવે છે’

રાજીવ કહે છે કે, ‘જો જયા બચ્ચનને લાગે કે કોઈ અનુશાસનહીનતા કરી રહ્યું છે, તો તે તેને બિલકુલ સહન કરતા નથી. સંસદમાં તે મંત્રીઓ કે પછી ચેરમેન જગદીપ ધનખડજીને પણ ટોકી દે છે અને ખોટી વાત વિરુદ્ધ નિર્ભયતાથી અવાજ ઉઠાવે છે.’

તેમણે એમ પણ કહ્યું કે, ‘જયા બચ્ચનનો સંસદમાં હાજરીનો રેકોર્ડ ઘણો ઉત્તમ છે અને તે નિયમિતપણે ગૃહની કાર્યવાહીમાં ભાગ લે છે.’

જ્યારે, રાજીવ શુક્લાએ રેખા વિશે કહ્યું કે, તેઓ તેમને એક સક્રિય રાજનેતા તરીકે જોતા નથી. તેમણે કહ્યું કે, ‘રેખા દરેક સેશનમાં માત્ર એક જ વાર સંસદ આવતા હતા અને સક્રિય રાજકારણમાં તેમની ભાગીદારી મર્યાદિત રહી.’

તેમણે કહ્યું, ‘રેખાજી દરેક સેશનમાં માત્ર એક જ વાર આવતાં હતાં. તેમનો કાર્યકાળ પૂરો થયો અને ત્યાં જ તેમની રાજકીય ભૂમિકા પણ સમાપ્ત થઈ ગઈ.’

ફોટોમાં રેખાની પાછળ સફેદ કુર્તા-પાયજામા અને ગ્રે જેકેટમાં કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા.

ફોટોમાં રેખાની પાછળ સફેદ કુર્તા-પાયજામા અને ગ્રે જેકેટમાં કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા.

સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, ‘રેખા અને સચિન તેંડુલકરે સાંસદ બન્યા પછી સરકારી આવાસ પણ લીધું ન હતું, જ્યારે લતા મંગેશકરે સાંસદોને મળતી ઘણી સુવિધાઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેમાં MPLADS ફંડ અને અન્ય સુવિધાઓ પણ સામેલ હતી.’

જયા બચ્ચન અને રેખાની રાજકીય સફર

જયા બચ્ચનને પહેલીવાર 2004માં સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેઓ ઘણી વાર ચૂંટાયા અને સંસદમાં ચર્ચામાં સક્રિયપણે ભાગ લેતા રહ્યા છે.

જ્યારે કે, રેખાએ 2012માં રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધાં હતાં, પરંતુ તે ગૃહની ચર્ચાઓમાં વધુ સક્રિય જોવા મળ્યાં ન હતાં.