Kangana Ranaut Expresses Grief Over Actress Tvisha Sharma’s Death; Urges Women to Prioritize Career Before Marriage

Last Updated: May 20, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Kangana Ranaut Expresses Grief Over Actress Tvisha Sharma’s Death; Urges Women To Prioritize Career Before Marriage

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે દેશમાં સામે આવી રહેલા દહેજ ઉત્પીડન અને આત્મહત્યાના કેસો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ભોપાલમાં એક્ટ્રેસ ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર મહિલાઓ માટે એક લાંબી પોસ્ટ લખી.

ભારતીય સમાજની વરવી વાસ્તવિકતા જણાવી

કંગનાએ યુવા મહિલાઓને સલાહ આપી છે કે તેઓ લગ્ન પહેલાં પોતાના કરિયર અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપે. તેણે સમાજ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘ભારતીય સમાજ લગ્ન પછી દીકરીઓને તેમના હાલ પર છોડી દે છે.’

કંગના રનૌતે લાંબી પોસ્ટ લખી.

કંગના રનૌતે લાંબી પોસ્ટ લખી.

કંગના રનૌતે મંગળવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, ‘દરરોજ પરિણીત યુવાન મહિલા સંબંધિત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણી શિક્ષિત મહિલાઓ આ ગૂંગળામણભર્યા વાતાવરણમાંથી બહાર નીકળવા માટે પોતાના માતા-પિતા પાસેથી મદદ માંગે છે, પરંતુ આપણો સમાજ લગ્ન પછી દીકરીઓનો સાથ છોડી દે છે.’

કારકિર્દી બનાવવાની સલાહ આપી

કંગનાએ કહ્યું કે, ‘સોશિયલ મીડિયા કે લગ્ન-મેકઅપ ઇન્ડસ્ટ્રી મહિલાઓને આ વાત નહીં શીખવે, પરંતુ તમારી કારકિર્દી તમારા જીવનમાં સૌથી વધુ જરૂરી છે.’

અભિનેત્રી કંગના રનૌત.

અભિનેત્રી કંગના રનૌત.

મહિલાઓ પોતે જ પોતાની હીરો બને પોતાની પોસ્ટમાં કંગનાએ મહિલાઓને આત્મનિર્ભર બનવાની અપીલ કરી. તેણે લખ્યું કે, ‘જ્યારે તમે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ જાઓ, ત્યારે જ લગ્ન વિશે વિચારો. તમારે પોતે જ તમારી હીરો બનવું પડશે કારણ કે કોઈ તમને બચાવવા નહીં આવે. તમે જીવનમાં શું કરો છો અને શું છો, તે તમે કોની સાથે લગ્ન કર્યા છે તેના કરતાં વધુ મહત્વનું છે. તમારી મરજીથી તમારું જીવન બનાવો અને કોઈની નકામી વાતો પર ધ્યાન ન આપો.’

ભોપાલ આત્મહત્યા કેસ પછી નિવેદન આવ્યું

ટ્વિશા અને સમર્થના લગ્ન 12 ડિસેમ્બર 2025ના રોજ થયા હતા.

ટ્વિશા અને સમર્થના લગ્ન 12 ડિસેમ્બર 2025ના રોજ થયા હતા.

કંગનાનું આ નિવેદન ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં થયેલા એક આત્મહત્યા કેસ પછી આવ્યું છે. 31 વર્ષીય ટ્વિશા શર્માએ 11 અને 12 મેની મધ્યરાત્રિએ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ટ્વિશા મૂળ રૂપે નોઇડાની રહેવાસી હતી. તેના લગ્ન ડિસેમ્બર 2025માં સમર્થ સિંહ સાથે થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment