Kim Jong Unને આ શખ્સને ઉત્તર કોરિયામાં બીજા ક્રમનું સૌથી શક્તિશાળી પદ સોંપ્યું, જાણો કોણ છે આ વ્યક્તિ?
કિમ જે ર્યોંગને તમામ ટોચની સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે.
કિમ જે ર્યોંગની નિયુક્તિ
ઉત્તર કોરિયામાં કિમ જોંગ-ઉનનું સ્થાન કોણ લેશે? તે અંગેનો સવાલનો જવાબ શાસક વર્કર્સ પાર્ટીની પાંચ દિવસીય બેઠક બાદ સામે આવ્યો છે. કિમ જોંગ-ઉને આગામી પાંચ વર્ષ માટે ઉત્તર કોરિયાના બીજા ક્રમના સર્વોચ્ચ પદ પર કિમ જે ર્યોંગની નિમણૂક કરી છે. પૂર્વ પીએમ કિમ જે ર્યોંગને પાર્ટી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે ઉત્તર કોરિયામાં બીજા ક્રમનું સર્વોચ્ચ પદ માનવામાં આવે છે. કિમના નિવેદન કે તેમની પુત્રીના ઉત્તરાધિકારી અંગે પ્યોંગયાંગમાં ચાલી રહેલી અટકળો વચ્ચે ર્યોંગની નિમણૂક કરવામાં આવી છે.
કિમ જે ર્યોંગ કોણ છે?
66 વર્ષીય કિમ જે ર્યોંગનો જન્મ ઉત્તર કોરિયાના ચાગાંગ પ્રાંતમાં થયો હતો. 2007માં, તેમને પ્યોંગયાંગ પ્રાંતના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેઓ કિમ જોંગ-ઉનના સંપર્કમાં આવ્યા હતા. 2009 માં કિમને ઉત્તર કોરિયાના ક્રાઉન પ્રિન્સ જાહેર કરવામાં આવ્યા હતા. 2019 માં, કિમે તેમને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન, કિમે તેમને દૂર કર્યા અને માર્ગદર્શન વિભાગમાં સ્થાનાંતરિત કર્યા હતા.
બહેન અને પુત્રીને ડિરેક્ટર પદ
કિમ જોંગ ઉને તેમની 13 વર્ષની પુત્રી, કિમ જુ એઈને મિસાઇલ ઉત્પાદન વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી છે. તેવી જ રીતે, તેમણે તેમની બહેન કિમ યો જોંગને નાણા વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ઉત્તર કોરિયામાં આ બંને પદો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટીની એક બેઠકમાં કિમે કહ્યું, આગામી પાંચ વર્ષમાં, અમે અર્થતંત્રમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અનેક પ્રતિબંધો છતાં, અમે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
આ પણ વાંચોઃ Pakistan News: શાહબાઝ સરકારે Imran Khanને આપી નવી ઓફર, જાણો શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

