KKRs Aakash Deep Out of IPL 2026 Due to Injury

Last Updated: March 21, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક12 કલાક પેહલા

  • કૉપી લિંક

આકાશ દીપે પોતાનું (IPL) ડેબ્યૂ 2022માં કર્યું હતું. તે સીઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને IPL 2026 પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપ આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. શનિવારે ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી.

29 વર્ષીય બંગાળના આ બોલરને ગયા વર્ષે અબુ ધાબીમાં થયેલા મેગા ઓક્શનમાં 1 કરોડ રૂપિયાના બેઝ પ્રાઇસ પર ટીમે ખરીદ્યો હતો. જોકે, તે હજુ સુધી ટીમ કેમ્પ સાથે જોડાયો નથી.

COEમાં રિહેબ કરી રહ્યો છે

આકાશ દીપ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં રિહેબ કરી રહ્યો છે. તેની ઈજા કયા પ્રકારની છે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ મેનેજમેન્ટ અને ફ્રેન્ચાઇઝી વચ્ચે આ અંગે વાતચીત થઈ છે.

આકાશ દીપે IPLની 14 મેચમાં 10 વિકેટ લીધી છે.

આકાશ દીપે IPLની 14 મેચમાં 10 વિકેટ લીધી છે.

હર્ષિત રાણા પણ બહાર થઈ ગયો છે

KKR માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે આ પહેલા હર્ષિત રાણા અને મથીશા પથિરાનાને લઈને પણ ટીમને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. પથિરાનાને હજુ શ્રીલંકા ક્રિકેટ તરફથી ક્લિયરન્સ મળવાનું બાકી છે.

ટીમે 18 માર્ચથી કોલકાતામાં કેમ્પ શરૂ કર્યો છે, પરંતુ આકાશ દીપ તેમાં સામેલ થઈ શક્યો નથી.

હર્ષિત રાણા IPLની 34 મેચમાં 40 વિકેટ લઈ ચૂક્યા છે.

હર્ષિત રાણા IPLની 34 મેચમાં 40 વિકેટ લઈ ચૂક્યા છે.

KKRને પથિરાના ફિટ થવાની આશા

શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના પણ ઈજાના કારણે હાલ ઉપલબ્ધ નથી. જોકે KKR તેને રિપ્લેસ કરવા માગતી નથી કારણ કે ફ્રેન્ચાઈઝીને આશા છે કે તે IPL દરમિયાન કોઈ સમયે ટીમ સાથે જોડાઈ શકે છે.

KKRએ મેગા ઓક્શનમાં પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સોમવારે તેમના મેનેજરે KKR જર્સીમાં તેની તસવીર શેર કરી, જેનાથી તેના ટુર્નામેન્ટમાં રમવાની આશા વધી ગઈ છે.

16 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાના ડાબા પગના દુખાવો ઉપડ્યો હતો.

16 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાના ડાબા પગના દુખાવો ઉપડ્યો હતો.

KKRએ રહેમાનની જગ્યાએ મુઝરબાનીને પસંદ કર્યો

13 માર્ચે KKRએ ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને પોતાની સાથે જોડ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ તેને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે. BCCIના નિર્દેશ બાદ ફ્રેન્ચાઇઝીએ રહેમાનને રિલીઝ કરી દીધો હતો.