Kunika Sadanands Bold Scene Controversy

Last Updated: May 21, 2026By

14 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકીય મુદ્દાઓ પર સતત પોતાનો અભિપ્રાય આપનાર કુનિકા સદાનંદ ત્યારે ભડકી ઉઠી, જ્યારે કેટલાક લોકોએ તેના જૂના બોલ્ડ સીન પર વાંધાજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. વાત એટલી વધી ગઈ કે કુનિકાએ એમ પણ કહી દીધું કે ભારતમાં સ્ત્રી હોવવું પાપ છે.

વાઇરલ થઈ રહેલા વીડિયોમાં કુનિકા સદાનંદ એક ફિલ્મી સીનમાં અમરીશ પુરી સાથે પૂલમાં રોમાન્સ કરતા જોવા મળી હતી. તેને શેર કરીને એક યુઝરે લખ્યું, આ કુનિકા છે, જે આદર્શના ઝંડા ઉઠાવે છે અને મોદીજીને રોજ ગાળો આપે છે.

આ ટ્વીટના જવાબમાં કુનિકાએ પહેલા તો સ્પષ્ટતા કરીને લખ્યું, ‘આ એક રોલ છે, બેવકૂફ. આને એક્ટિંગ કહેવાય છે.’

તેમ છતાં પણ તે વીડિયો પર ઘણી વાંધાજનક અને અશ્લીલ કોમેન્ટ્સ આવતી રહી. આના પર ગુસ્સે થઈને કુનિકાએ લખ્યું, ‘આ દેશમાં સ્ત્રી હોવું પાપ બની ગયું છે. સ્ત્રીઓને મારો, બાળી નાખો, મારી નાખો, બળાત્કાર કરો, તેમને ગાળો આપો, કલંક લગાવો, ભ્રૂણહત્યા કરો, અપમાન કરો, તેમનો હક અને તેમની પાસેથી તક છીનવી લો. આ બધું યોગ્ય છે આપણા નવા ભારતમાં.’

વિવાદ વચ્ચે ઘણા લોકો એવા પણ હતા જેઓ કુનિકાનો બચાવ કરતા જોવા મળ્યા. એક મહિલાએ કુનિકાના બચાવમાં લખ્યું, ‘કોઈ એક્ટ્રેસના જૂના દ્રશ્યને લઈને તેને જાહેરમાં સેક્સ્યુઅલાઈઝ કરવું, મજાક ઉડાવવી અને ગંદી વાતો કરવી એ સનાતન સંસ્કૃતિ નથી, પરંતુ સ્પષ્ટપણે સ્ત્રીઓ પ્રત્યેની હલકી વિચારસરણી અને મિસોજિની છે.’

‘જે લોકો હંમેશા સંસ્કાર અને પરંપરાની વાતો કરે છે, તેઓ જ ઓનલાઈન મહિલાઓને ઓબ્જેક્ટિફાય કરીને શિકારી જેવી હરકતો કરી રહ્યા છે. હિંદુ ધર્મ મહિલાઓનું સન્માન શીખવે છે, તેમનું અપમાન કરવું, પીછો કરવો કે તેમને નીચા દેખાડવા નહીં. આવી વિચારસરણીને પ્રોત્સાહન આપનાર દરેક પુરુષને શરમ આવવી જોઈએ.’

ત્રિશા-વિજયનો બચાવ કરીને કુનિકા ટ્રોલિંગનો શિકાર બની

કુનિકા સદાનંદે તાજેતરમાં થલપતિ વિજય અને ત્રિશા કૃષ્ણનનો બચાવ કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પણ પત્નીને છોડી ચૂક્યા છે. ત્યારથી જ તેમને ભાજપના સમર્થકો તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 62 વર્ષીય કુનિકા સદાનંદ 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ રહી છે. તે હમ સાથ-સાથ હૈં, બેટા, પ્યાર કિયા તો ડરના ક્યા, ખિલાડી, ગુમરાહ, કોયલા જેવી ડઝનબંધ ફિલ્મોમાં જોવા મળી છે.

કુનિકા સદાનંદ બિગ બોસ 19 નો ભાગ રહી હતી. આ સમયે તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું. શોમાં તેમણે જણાવ્યું કે તેમણે ઘરવાળાઓની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા. પુત્રના જન્મના તરત જ તેમના સાસરિયાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા અને પુત્રને પણ છીનવી લીધો. પુત્રની કસ્ટડી મેળવવા માટે તેમણે ફિલ્મોમાં નાના-મોટા રોલ કરીને કોર્ટની ફી ભરી હતી. એક સમયે તેઓ કુમાર સાનુ સાથે પણ રિલેશનશિપમાં ચર્ચામાં હતી.

Leave A Comment