Local Body Election 2026 Election battle in Bhavnagar police system prepared for peaceful voting with more than 4000 security personnel | Gujarat News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા લોખંડી બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે.
ભારે પોલીસ કાફલો મેદાનમાં
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે વિશાળ ફોર્સ તૈનાત કરી છે.1 SP, 7 DYSP, 35 PI અને 57 PSI સુરક્ષાનું સુપરવિઝન કરશે. 1800 પોલીસ જવાન, 900 હોમગાર્ડ્સ અને 1010 GRD જવાનો બૂથ પર હાજર રહેશે.1 કંપની SRP અને 29 QRT (Quick Response Team) ની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. LCB, SOG અને પેરોલ ફર્લોની 12 ટીમો સતત કાર્યરત રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

