Local Body Elections 2026: ખેડા જિલ્લામાં ભાજપનો દબદબો,11 બેઠકો પર બિનહરીફ વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય સફળતાના શ્રીગણેશ કર્યા છે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની કુલ 11 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. વિરોધ પક્ષોના ઉમેદવારો મેદાનમાં ન હોવાથી અથવા ફોર્મ ખેંચાતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.
ઠાસરા અને મહેમદાવાદમાં વર્ચસ્વ
ઠાસરા નગરપાલિકામાં ભાજપે સૌથી મોટો ફટકો માર્યો છે, જ્યાં કુલ 5 બેઠકો બિનહરીફ થઈ છે. જેમાં વોર્ડ નંબર 4 ની 2 બેઠકો અને વોર્ડ નંબર 6 ની 3 બેઠકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહેમદાવાદ નગરપાલિકાની 3 બેઠકોની પેટાચૂંટણીમાં પણ 2 બેઠકો (વોર્ડ 1 અને 5) પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે.
તાલુકા પંચાયતોમાં પણ કેસરિયો લહેર
તાલુકા પંચાયતોની વાત કરીએ તો, મહેમદાવાદ તાલુકા પંચાયતની કાછઈ અને છાપરા બેઠકો પર ભાજપે જીત નોંધાવી છે. આ ઉપરાંત, ખેડા તાલુકા પંચાયતની પરસતંજ બેઠક અને નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર પણ ભાજપના ઉમેદવારો સામે કોઈ પડકાર ન રહેતા તેઓ બિનહરીફ જાહેર થયા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

