Middle East સંકટ મામલે સર્વદળીય બેઠક પૂર્ણ, સરકારે કહ્યું 'કંટ્રોલમાં છે સ્થિતિ'

Last Updated: March 25, 2026By

કેન્દ્ર સરકારે વધુમાં કહ્યુ હતુ કે, સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે. અને તમામ પક્ષોને માહિતી અપાઇ છે.

પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, નાગરિકોની સલામતી અને ભારતીયોના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આવશ્યક હોય તો વધુ પગલાં લેવામાં આવશે. બેઠક દરમિયાન, સરકારના પેટ્રોલિયમ મંત્રી અને વિદેશ મંત્રીએ વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રહે છે. બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી, જેના કારણે વૈશ્વિક ચિંતા વધી ગઈ છે.

પાકિસ્તાનની મધ્યસ્થીનો મુદ્દો ઉઠ્યો

સરકારે તાજેતરના આંતરરાષ્ટ્રીય તણાવો, ખાસ કરીને ઈરાન સંબંધિત તણાવો અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. વિપક્ષના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈરાન સાથે પાકિસ્તાનની મધ્યસ્થીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકારે કહ્યું કે આ પ્રક્રિયા નવી નથી. તે 1981થી ચાલુ છે. એક રીતે, અમેરિકાએ વર્ષોથી પાકિસ્તાનને ઈરાન સાથે વાટાઘાટોમાં રોક્યું છે. દરમિયાન, સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન ભારતની સ્પષ્ટ નીતિ જણાવાઇ હતી.

કિરેન રિજિજુની પ્રતિક્રિયા

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, સરકારે વિગતવાર ચર્ચા કરી. અમે પશ્ચિમ એશિયામાં સમસ્યાઓ સમજાવી. ભાગ લેવા બદલ હું તમામ પક્ષના નેતાઓનો આભાર માનું છું. બધા નેતાઓએ તેમની ચિંતાઓ વ્યક્ત કરી. સરકારે ભારત પર કેવી અસર પડશે તે પ્રશ્નનો જવાબ આપ્યો. વિપક્ષી નેતાઓએ વચન આપ્યું હતું કે તમામ વિપક્ષી નેતાઓ એક રહેશે અને કટોકટીના આ સમયમાં સરકારને ટેકો આપશે.

આ પણ વાંચોઃ  કુખ્યાત નક્સલી નેતા પાપા રાવ કેમ આવ્યા ચર્ચામાં, જાણો શુ છે કારણ?