Mukesh Ambani Earns ₹3,996 Cr Dividend

Last Updated: May 28, 2026By

મુંબઈ1 કલાક પેહલા

  • કૉપી લિંક

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એમની ઓઇલ-ટુ-ટેલિકોમ અને રિટેલ સેક્ટરની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માંથી સતત છઠ્ઠા વર્ષે પણ કોઈ સેલરી (વેતન) લીધી નથી.

કંપની દ્વારા જારી કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં મુકેશ અંબાણીનો પગાર, ભથ્થાં, અને નિવૃત્તિ લાભો સંપૂર્ણપણે શૂન્ય રહ્યા છે. આ સમયે તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત કંપની તરફથી મળતું ડિવિડન્ડ જ છે. મુકેશ અંબાણી વિશ્વના 22મા સૌથી ધનિક વ્યક્તિ છે

કોરોના મહામારી દરમિયાન લીધો હતો નિર્ણય, 2008થી સેલરી લિમિટ નક્કી કરી હતી

69 વર્ષના મુકેશ અંબાણીએ જૂન 2020માં કોરોના મહામારી દરમિયાન દેશના સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સ્વાસ્થ્ય પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને પોતાનો સંપૂર્ણ પગાર છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી રિલાયન્સના તમામ વ્યવસાયો તેમની સંપૂર્ણ કમાણીની ક્ષમતા પર પાછા નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ પગાર લેશે નહીં.

ત્યારબાદથી તેમણે નાણાકીય વર્ષ 2021-22, 2022-23, 2023-24, 2024-25 અને હવે 2025-26માં પણ પગાર વિના કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

પગાર શૂન્ય, પરંતુ પ્રમોટર ગ્રુપ અને પર્સનલ શેરોના ડિવિડન્ડથી મળ્યા ₹3,996 કરોડ

ભલે મુકેશ અંબાણી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોઈ પગાર, ભથ્થાં કે સ્ટોક ઓપ્શન્સ નથી લઈ રહ્યા, પરંતુ દુનિયાના 22મા સૌથી ધનિક વ્યક્તિની કમાણીનો મુખ્ય સ્ત્રોત ડિવિડન્ડ છે. મુકેશ અંબાણીની વ્યક્તિગત નેટવર્થ આ સમયે લગભગ 92 બિલિયન ડોલર (લગભગ ₹8.83 લાખ કરોડ) છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ ₹6 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. મુકેશ અંબાણી પાસે વ્યક્તિગત રીતે રિલાયન્સના 1.61 કરોડ શેર છે, જેનાથી તેમને વ્યક્તિગત રીતે ₹9.66 કરોડની ડિવિડન્ડ આવક થશે.

આ ઉપરાંત, તેમના નિયંત્રણ હેઠળની પ્રમોટર ગ્રુપ કંપનીઓ પાસે રિલાયન્સના 664.5 કરોડ શેર (50.07% હિસ્સેદારી) છે, જેનાથી પ્રમોટર ગ્રુપને ₹3,987 કરોડની ડિવિડન્ડ કમાણી થઈ છે. કુલ મળીને આ રકમ ₹3,996.66 કરોડ થાય છે.

અનંત અંબાણીને ₹12.17 કરોડનું પેકેજ મળ્યું, આકાશ અને ઈશાને માત્ર સિટિંગ ફી

  • મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈઓ નિખિલ અને હિતલ મેસવાણીના પગારમાં કોઈ ફેરફાર થયો નથી અને બંનેને ₹25-25 કરોડનું મહેનતાણું મળ્યું છે. આમાં ₹10 કરોડ પગાર અને ભથ્થાં, ₹44 લાખ નિવૃત્તિ લાભો અને નફા પર મળતું ₹14.56 કરોડનું કમિશન સામેલ છે. જ્યારે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર P M S પ્રસાદનું પેકેજ નાણાકીય વર્ષ 2024-25ના ₹19.96 કરોડથી વધીને ₹20.58 કરોડ થયું છે.
  • મુકેશ અંબાણીના ત્રણેય બાળકો – ઈશા, આકાશ અને અનંતને ઓક્ટોબર 2023માં કોઈ પગાર વિના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2025-26માં આકાશ અને ઈશા અંબાણીને ફક્ત ₹5 લાખ સિટીંગ ફી અને ₹2.5 કરોડનું પ્રોફિટ કમિશન મળ્યું છે.
  • સૌથી નાના પુત્ર અનંત અંબાણીને ગયા વર્ષે રિલાયન્સ બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના હેઠળ નાણાકીય વર્ષ 2025-26માં તેમણે ₹12.17 કરોડનો પગાર (જેમાં ₹2.29 કરોડનું કમિશન સામેલ છે) મેળવ્યો છે.

ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 13% ઘટ્યો

નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13% ઘટીને 16,971 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં નફો ₹19,407 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 13% વધીને 2.98 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચ 2025માં 2.64 લાખ કરોડ રૂપિયા રહી હતી.

Leave A Comment