NHAI FASTag Annual Pass: Save Toll Charges With 200 Free Rides
7 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમે વારંવાર નેશનલ હાઈવે પર તમારી કારથી મુસાફરી કરો છો, તો તમારા હજારો રૂપિયાનો ટોલ ટેક્સ બચી શકે છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)નો ફાસ્ટેગ એન્યુઅલ પાસ આવા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી વિકલ્પ છે.
તેમાં ₹3075ની એકસાથે ચુકવણી કરીને તમે વર્ષ દરમિયાન 200 વખત સુધી ટોલ પાર કરી શકો છો. જાણો, આ પાસ કેવી રીતે કામ કરે છે, કોને તેનો સૌથી વધુ ફાયદો થશે અને ફોનથી અરજી કરવાની રીત શું છે.

દેશભરના 1150થી વધુ ટોલ પર આ પાસ ચાલશે
આ એન્યુઅલ પાસ દેશભરના નેશનલ હાઈવે (NH) અને નેશનલ એક્સપ્રેસવે પર આવેલા 1,150થી વધુ ટોલ પ્લાઝા પર કામ કરે છે.
ફાસ્ટેગનો એન્યુઅલ પાસ ક્યાં કામ નહીં કરે?
- સ્ટેટ હાઈવે પર: રાજ્ય સરકારોના રસ્તાઓ અથવા સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પર આ પાસ માન્ય રહેશે નહીં.
- શહેરની અંદરના ટોલ રસ્તાઓ પર: મહાનગરપાલિકા અથવા શહેરની અંદર આવેલા ટોલ ટેક્સ બૂથો પર આ લાગુ થશે નહીં.
- પૈસા કેવી રીતે કપાશે: આ સ્થળોએથી પસાર થવા પર ટોલની રકમ તમારા સામાન્ય FASTag વોલેટ બેલેન્સમાંથી જ કપાશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



