Nifty Future 25606 Critical; US Trade Deal Boosts Indian Market Rally
3 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18% ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાતા એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે.
બજેટની જોગવાઈઓના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગત દ્વારા પોઝિટીવ અર્થઘટન અને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની અપેક્ષાએ આજે બજારમાં લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સાથે મહારથીઓની ખરીદી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવતાં ભારત માટે પોઝિટીવ પરિબળે પણ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
કોમોડીટી માર્કેટની વાત કરીએ તો
સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેરબજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઘટાડા બાદ આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો અને સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.79% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.91% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસ, રિયલ્ટી, પાવર, યુટીલીટી, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4436 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3304 અને વધનારની સંખ્યા 981 રહી હતી, 151 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25817 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25676 પોઇન્ટના પ્રથમ અને 25606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25909 પોઇન્ટથી 25979 પોઇન્ટ, 26008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 25606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગ્લેનમાર્ક ફાર્મા ( 1966 ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1944 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1930 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1980 થી રૂ.1988 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1994 ઉપર તેજી તરફી ધ્યાન.
જેએસડબલ્યુ સ્ટીલ ( 1235 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1214 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1208 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1247 થી રૂ.1255 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1443 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1474 આસપાસ સપોર્ટથી રૂ.1424 થી રૂ.1414 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1480 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો.
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1393 ) :- રૂ.1409 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1414 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1380 થી રૂ.1367 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, આગામી સમયગાળામાં ભારતીય શેરબજારની દિશા થોડા સમય માટે અસ્થિર અને દબાણ હેઠળ રહી શકે છે. બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર એસટીટીમાં વધારો થવાથી ટૂંકા ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી શકે છે, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ આધારિત અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કરનારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે. વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર, ઊંચા બોન્ડ યીલ્ડ, અમેરિકા-યુરોપ વચ્ચેના વેપાર તણાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે ઉભરતા બજારોમાંથી મૂડી બહાર જતી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં, રૂપિયાની નબળાઈ અને ઊંચા બજાર મૂલ્યાંકન પણ ભારતીય બજાર માટે ટૂંકા ગાળાનો નકારાત્મક પરિબળ બની શકે છે, જેના કારણે સૂચકાંકોમાં કરેકશન જોવા મળી શકે છે.
તેમ છતા, મધ્યમથી લાંબા ગાળામાં ભારતીય શેરબજારની મૂળભૂત સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે. ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વિસ્તરણ, તેમજ સ્થાનિક રોકાણકારોની સતત એસઆઈપી પ્રવાહ બજારને આધાર આપશે. જો રૂપિયો સ્થિર રહે અને કર નીતિમાં આગલા સમયગાળામાં સ્પષ્ટતા અને સુસંગતતા જોવા મળે, તો ગુણવત્તાવાળા વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજાર તરફ આકર્ષાઈ શકે છે. એટલે કે ટૂંકા ગાળામાં ચઢાવ-ઉતાર રહેવા છતાં, લાંબા ગાળાના રોકાણકારો માટે સિલેક્ટિવ રીતે સારા ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાની તક ભારતીય બજાર પૂરી પાડતું રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
