Nimrat Kaur Visit Somnath Dwarka; Actress Seen With Tripundra Tilak Photos

Last Updated: May 12, 2026By

57 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર તાજેતરમાં સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશના દર્શન કરવા ગુજરાત પહોંચી હતી. ‘ધ લંચબોક્સ’ ફેમ એક્ટ્રેસે આ ધાર્મિક યાત્રાના ફોટો શેર કર્યાં છે.

નિમરતે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં.

નિમરતે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં.

‘દૈવી આશીર્વાદ અને અનંત કૃતજ્ઞતા’

વાસ્તવમાં નિમરત કૌરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આજે કેટલાક ફોટો શેર કર્યાં છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું, ‘દૈવી આશીર્વાદ અને અનંત કૃતજ્ઞતા. હર હર મહાદેવ. શ્રી સોમનાથાય નમઃ, શ્રી નાગેશ્વરાય નમઃ, શ્રી દ્વારિકાધીશાય નમઃ, હર હર મહાદેવ, કૃષ્ણાર્પણમસ્તુ.’

નિમરત કૌરની પોસ્ટ.

નિમરત કૌરની પોસ્ટ.

બે જ્યોતિર્લિંગના દર્શન કર્યાં

નિમરત કૌરે ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન તેણે ઉનાળાને ધ્યાનમાં લઈને કેસરી રંગનો કોટનનો ડ્રેસ પહેર્યો હતો. સાથે જ તેણે ગોલ્ડન અને લીલા રંગની સિંપલ જ્વેલરી પહેરી હતી.

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં માથું નમાવ્યું.

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં માથું નમાવ્યું.

સોમનાથ ઉપરાંત તેણે નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યાં હતાં. આ દરમિયાન તેણે પિસ્તા અને મરૂન રંગનો કોટનનો ડ્રેસ પહેર્યો હતો. સાથે જ તેણે ચંદનથી ત્રિપુંડ પણ કરેલું હતું.

ત્રિપુંડ અને ચાંલ્લાએ નિમરતની સુંદરતામાં વધારો કર્યો હતો.

ત્રિપુંડ અને ચાંલ્લાએ નિમરતની સુંદરતામાં વધારો કર્યો હતો.

જગત મંદિરે પણ માથું નમાવ્યું

શિવજીની સાથે સાથે નિમરતે દ્વારિકાધીશના દર્શન પણ કર્યાં હતાં. તે દ્વારકાના જગત મંદિર પહોંચી હતી. ત્યાંના તેણે ફોટો અને વીડિયો પણ શેર કર્યાં.

જગત મંદિરની બહારનો ફોટો પણ શેર કર્યો.

જગત મંદિરની બહારનો ફોટો પણ શેર કર્યો.

નિમરત કૌરનું વર્કફ્રન્ટ

નિમરત કૌરને ‘ધ લંચબોક્સ’ ઉપરાંત ‘એરલિફ્ટ’માં પણ ઘણી પ્રશંસા મળી હતી. આ ઉપરાંત તે છેલ્લે વેબસિરીઝ ‘ફેમિલી મેન 3’માં જોવા મળી હતી, જેમાં તેનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

Leave A Comment