Nita Ambani Dances With Kids; Radhika Merchant Jumps; Annual Day Videos

Last Updated: January 24, 2026By

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

તાજેતરમાં નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ ખાતે ઍન્યુઅલ ફંકશનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જુનિયર સ્કૂલના 122 બાળકોએ વિવિધ ગીતો પર શાનદાર પરફોર્મન્સ આપીને હાજર લોકોના દિલ જીતી લીધા હતા. બોલિવૂડ સેલેબ્રિટીઝ અને અંબાણી પરિવારના સભ્યોની હાજરીએ ફંકશનને યાદગાર બનાવી દીધું હતું.

સેલેબ્સ પેરન્ટ્સની હાજરી આ ગ્રાન્ડ ઇવેન્ટમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન તેના નાના પુત્ર જેહ અલી ખાનને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જેહ લીલા રંગના ક્યૂટ આઉટફિટમાં તેના મિત્રો સાથે ડાન્સ કરતો જોવા મળે છે. દીકરાનું પરફોર્મન્સ જોઈને સૈફ બાળક બની કુદવા લાગે છે અને સ્ટેજ તરફ ઈશારો કરે છે, તો બીજી તરફ કરીના પણ લાડલા પર વહાલ વરસાવે છે અને ફ્લાઈંગ કિસ આપે છે. આ જોઈ જેહ ડાન્સ સ્ટેપ કરવાનું બંધ કરીને મમ્મીને સામે ફ્લાઈંગ કિસ કરે છે. પટૌડી પરિવારનો આ ક્યૂટ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

સૈફ-કરીનાના લાડલા જેહે ડાન્સ છોડી ફ્લાઈંગ કિસ આપી!

સૈફ-કરીનાના લાડલા જેહે ડાન્સ છોડી ફ્લાઈંગ કિસ આપી!

અંબાણી પરિવારનો અંદાજ કાર્યક્રમના હોસ્ટ નીતા અંબાણી અને ઈશા અંબાણી હતાં. જ્યારે મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા ઓડિયન્સ બનીને બાળકોના પરફોર્મન્સને માણી રહ્યા હતા. એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ઈશા અંબાણીના બાળકો સાથે ‘બમ બમ બોલે’ ગીત પર ડાન્સ કરતી અને તેની સંભાળ રાખતી જોવા મળી હતી. નીતા અંબાણીએ પણ સ્ટેજ પર બાળકો સાથે એડ શીરાનના ‘Sapphire’ ગીત પર ડાન્સ કર્યો હતો. કુણાલ કપૂર, હરભજન સિંહ અને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સહિત ઘણી હસ્તીઓની હાજરી જોવા મળી હતી.

નીતા અંબાણીનો ભૂલકાઓ સાથે ડાન્સ

નીતા અંબાણીનો ભૂલકાઓ સાથે ડાન્સ

રાધિકાએ બાળક બની કૂદકા માર્યા

રાધિકાએ બાળક બની કૂદકા માર્યા

નીતા અંબાણીએ કહ્યું-

QuoteImage

આ કેટલી જાદુઈ સાંજ છે! આપણા બાળકોએ આજે આપણને એક ગહન સંદેશ આપ્યો છે – ક્યારેય પ્રયત્ન કરવાનું છોડશો નહીં, તે ખૂબ જ હિંમતભર્યું છે.

QuoteImage

ઍન્યુઅલ ફંકશનની આફ્ટર-પાર્ટી કાર્યક્રમની શરૂઆત નીતા અંબાણી અને બાળકો દ્વારા પ્રાર્થના અને શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી. ઈશા અંબાણીએ તમામ 122 બાળકોની મહેનતને બિરદાવી હતી અને વાલીઓ તથા શિક્ષકોના સહકાર બદલ આભાર માન્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ બાળકો માટે કપકેક ડેકોરેટિંગ, વિવિધ ગેમ્સ અને પશુ-પંખીઓ વિશેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથેની આફ્ટર-પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અનેક વીડિયો અને ફોટા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે, જેમાં અંબાણી પરિવાર અને સેલેબ્રિટી પેરન્ટ્સનો એક સામાન્ય વાલી તરીકેનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.