Pakistan Beat Namibia Super 8 Entry; India Record 12th Consecutive Win; Abhishek Sharma Third Duck PHOTOS VIDEOS

Last Updated: February 19, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistan Beat Namibia Super 8 Entry; India Record 12th Consecutive Win; Abhishek Sharma Third Duck PHOTOS VIDEOS

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

T20 વર્લ્ડ કપમાં બુધવારે પાકિસ્તાને નામિબિયાને 102 રનથી હરાવીને સુપર-8 સ્ટેજમાં પ્રવેશ કરી લીધો છે. રનના અંતરની દ્રષ્ટિએ વર્લ્ડ કપમાં આ ટીમની સૌથી મોટી જીત રહી. બીજી તરફ, ભારતીય ટીમે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સતત 12મો મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. જોકે, ટીમના ઓપનર અભિષેક શર્મા સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નથી.

T20 વર્લ્ડ કપમાં બનેલા 3 મોટા રેકોર્ડ્સ…

1. પાકિસ્તાનની સૌથી મોટી જીત

પાકિસ્તાને બુધવારે નામિબિયા સામે 199 રન બનાવ્યા બાદ તેમને માત્ર 97 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. ટીમે 102 રનથી આ મુકાબલો જીત્યો. T20 વર્લ્ડ કપમાં રનના તફાવતથી પાકિસ્તાનની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલા 2009માં લોર્ડ્સના મેદાન પર ટીમે નેધરલેન્ડ્સને 82 રનથી હરાવ્યું હતું.

2. ભારતે સતત 12મી મેચ જીતી

ભારત T20 વર્લ્ડ કપમાં સતત 12મી મેચ જીતી ચૂક્યું છે. 2024માં સતત 8 મેચ જીત્યા બાદ ટીમે 2026માં વધુ 4 મેચ જીતી લીધી છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારત કરતા વધુ સતત મેચો અન્ય કોઈ ટીમે જીતી નથી. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમો સતત 8-8 મેચ જીતી ચૂકી છે.

3. અભિષેકનું સતત ત્રીજું ‘ડક’ (ઝીરો)

ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્મા T20 વર્લ્ડ કપની સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નથી. અમેરિકા સામે અલી ખાને તેને પહેલા જ બોલ પર પેવેલિયન ભેગા કર્યો હતો. પાકિસ્તાન સામે 4 બોલ રમ્યા બાદ તે સલમાન અલી આગાના બોલ પર કેચ આઉટ થયો હતો. જ્યારે નેધરલેન્ડ્સ સામે આર્યન દત્તની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. આ વખતે તે 3 બોલ રમ્યો હતો. નામિબિયા સામે તે બીમારીના કારણે રમી શક્યો નહોતો. તે આ ટુર્નામેન્ટમાં 8 બોલ રમવા છતાં એક પણ રન બનાવી શક્યો નથી. તેના પહેલા ભારતના આશિષ નહેરા પણ સતત 3 T20માં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ચૂક્યા છે.

અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધી એક પણ રન બનાવી શક્યો નથી.

અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધી એક પણ રન બનાવી શક્યો નથી.

IND vs NED મેચના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

  • 7 બોલરોનો ઉપયોગ: નેધરલેન્ડ્સ સામેની T20 મેચમાં ભારતે 7 બોલરોનો ઉપયોગ કર્યો હતો. એક મેચમાં ભારત તરફથી આ બીજા સૌથી વધુ બોલરો છે. ટીમે પાકિસ્તાન સામે પણ 7 બોલરો પાસે જ બોલિંગ કરાવી હતી.
  • કુલ 12 બોલરો: આ T20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધીમાં કુલ 12 બોલરો પાસે બોલિંગ કરાવી ચૂક્યું છે. એક વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી આ સૌથી વધુ સંખ્યા છે, અગાઉ 2009માં ટીમે 11 બોલરોનો ઉપયોગ કર્યો હતો.
  • કેચ ડ્રોપ: ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 9 કેચ છોડી ચૂક્યું છે, જે આયર્લેન્ડના 10 કેચ બાદ સૌથી વધુ છે.
  • નેધરલેન્ડ્સનો સ્કોર: નેધરલેન્ડ્સે કોઈપણ બેટરની ફિફ્ટી વગર પોતાનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર બનાવ્યો છે. ટીમે 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા. આ પહેલા 2018માં નેપાળ સામે ટીમે 174 રન બનાવ્યા હતા.
  • વર્લ્ડ કપમાં બીજો બેસ્ટ સ્કોર: નેધરલેન્ડ્સે T20 વર્લ્ડ કપમાં પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમ આ પહેલા 2014માં આયર્લેન્ડ સામે માત્ર 13.5 ઓવરમાં 193 રન બનાવી ચૂકી છે.
નેધરલેન્ડ્સ સામે ભારતે 7 બોલરો અજમાવ્યા.

નેધરલેન્ડ્સ સામે ભારતે 7 બોલરો અજમાવ્યા.