Pakistan Hockey Team Sydney Australia Travel Issues; Captain Ammad Shakeel Butt Reveals Painful Experience VIDEOS
- Gujarati News
- Sports
- Pakistan Hockey Team Sydney Australia Travel Issues; Captain Ammad Shakeel Butt Reveals Painful Experience VIDEOS
1 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાને 7 વર્ષ પછી પ્રો હોકી લીગ માટે ક્વોલિફાય કર્યું હતું, આ અમારા માટે એક મોટી સિદ્ધિ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન અમને ફ્લાઇટ અને હોટલ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જે ફ્લાઇટથી અમે સિડની પહોંચ્યા અને પછી સિડનીમાં જ ઓપેરા સ્ટ્રીટ પર 14-15 કલાક સુધી લાવારિસની જેમ ભટકતા રહ્યા. ત્યાં કોઈ હોટેલિંગ નહોતું, અમારા ખેલાડીઓની કોઈએ કાળજી લીધી નહીં.’
આ પીડાદાયક શબ્દો પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટન અમ્માદ શકીલ બટના છે. જે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પરથી પાછા ફર્યા બાદ 18 ફેબ્રુઆરીના રોજ લાહોર એરપોર્ટ પર મીડિયા સામે પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં અમ્માદ શકીલ બટે કહ્યું- સિડની પછી અમે હોબાર્ટ ગયા, તે પછી પાકિસ્તાનમાં જે સમાચાર પહોંચ્યા, તે બધા સમાચાર સાચા છે.
બટે કહ્યું કે, જે વીડિયો(ખરાબ પરિસ્થિતિનો) મેં અને મારી ટીમે બનાવ્યો હતો, ત્યારે કહેવામાં આવ્યું કે વાત ઇન્ડિયા સુધી પહોંચી ગઈ છે. અને જ્યારે ઇન્ડિયાની વાત આવી ત્યારે મેં વિચાર્યું કે વાત દેશની છે તો પોતાના દેશની બદનામી ન થવી જોઈએ. બટ્ટે સ્વીકાર્યું છે કે તેમનો તાજેતરનો વીડિયો, જેમાં તેમણે બધું બરાબર હોવાનું જણાવ્યું હતું, તે ખરેખર એક ખુલ્લો પડદો નાખવાનો પ્રયાસ હતો, જે ‘ભારતમાં પાકિસ્તાનની છબી જાળવી રાખવા’ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

લાહોર પાછા ફરતા જ અમ્માદ બટ્ટે ફેડરેશનનો પર્દાફાશ કર્યો
ભારતના ડરથી ખોટું બોલ્યા, અમ્માદ બટનો ખુલાસો
લાહોર પાછા ફરતા જ અમ્માદ બટ્ટે ફેડરેશનનો પર્દાફાશ કરતા જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં ટીમની સ્થિતિ અત્યંત દયનીય હતી. તેમણે કહ્યું, ‘જ્યારે અમને ખબર પડી કે અમારી ખરાબ હાલતના સમાચાર ભારત સુધી પહોંચી ગયા છે, ત્યારે મને લાગ્યું કે આ મારા દેશની ઇજ્જતનો સવાલ છે. હું નહોતો ઇચ્છતો કે ભારતીય મીડિયા અમારા દેશને નીચો બતાવે, તેથી મેં વિડીયો બનાવીને ખોટું કહ્યું કે બધું બરાબર છે. પરંતુ હકીકત તો એ છે કે જે પણ સમાચાર બહાર આવ્યા હતી, તે સો ટકા સાચા હતા.’
સિડનીના રસ્તામાં 15 કલાક ભટકતા રહ્યા ખેલાડીઓ
કેપ્ટને ઓસ્ટ્રેલિયામાં થયેલા દુર્વ્યવહારની કહાણી સંભળાવતા જણાવ્યું કે સિડની પહોંચ્યા પછી ટીમ પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી. પાકિસ્તાન હોકી ફેડરેશનની બેદરકારીને કારણે હોટલનું બુકિંગ થયું નહોતું, જેના કારણે ખેલાડીઓ લગભગ 15 કલાક સુધી સિડનીના રસ્તા પર બેઘર લોકોની જેમ ભટકવા મજબૂર થયા. તેમને સમયસર ભોજન પણ મળ્યું નહોતું અને કોઈએ તેમની જવાબદારી પણ લીધી નહોતી.

15 કલાક સુધી સિડનીના રસ્તા પર બેઘર લોકોની જેમ ભટકવા મજબૂર થયા
ખેલાડીઓ પાસે ટોયલેટ અને વાસણો સાફ કરાવવામાં આવ્યા
અમ્માદ બટ્ટે તે અહેવાલોની પણ પુષ્ટિ કરી જેમાં કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓને મજૂરોની જેમ રાખવામાં આવ્યા હતા. ટીમને એવી જગ્યાએ રાખવામાં આવી હતી જ્યાં મૂળભૂત સુવિધાઓ નહોતી. ખેલાડીઓએ જાતે જ રસોઈ કરવી પડતી હતી, વાસણો ધોવા પડતા હતા અને ટોયલેટની સફાઈ પણ જાતે જ કરવી પડી હતી. બટ્ટે આરોપ લગાવ્યો કે મેનેજમેન્ટ અને ફેડરેશને ખેલાડીઓને માનસિક રીતે ત્રાસ આપ્યો અને વારંવાર તેમની સાથે જૂઠું બોલવામાં આવ્યું.
અહીં જુઓ શું કહ્યું પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટને
ફેડરેશન અને સ્પોર્ટ્સ બોર્ડ વચ્ચે ગૂંચવાયેલો વિવાદ
પરત ફર્યા પછી જ્યારે અમ્માદે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડને ફરિયાદ કરી, ત્યારે બોર્ડે હાથ ખંખેરીને કહ્યું કે તેમણે સમયસર પૈસા જાહેર કરી દીધા હતા. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો બોર્ડે ફંડ આપ્યું હતું, તો તે પૈસા ક્યાં ગયા? કેપ્ટને સીધા મેનેજમેન્ટને કઠેડામાં ઊભું રાખીને કહ્યું કે ખેલાડીઓને રમત પર ધ્યાન આપવાને બદલે મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડ્યો, જેની અસર તેમના પ્રદર્શન પર પણ જોવા મળી અને ટીમ ચારેય મેચ હારી ગઈ.
આ સમાચાર પણ વાંચો….
ટ્રમ્પે દુનિયા સામે પાકિસ્તાની PMની ફજેતી કરી:’ઊભા થઈ જાવ’ કહેતા જ શાહબાઝ આદેશ પાળતા હોય એમ માથું નમાવીને ઊભા થયા!”, VIDEO વાઇરલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર જેવો વ્યવહાર કર્યો, તેમને પોતાના જ વખાણ કરતા પાકિસ્તાની PMને ઊભા રહેવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ફરીથી તે જ જૂઠાણું પુનરાવર્તિત કર્યું છે કે તેમણે 2025ના ભારત-પાકિસ્તાન સૈન્ય તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો બંને દેશો પર 200 ટકા ટેરિફ લાગશે. જોકે, ભારતે ગયા વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી અથવા કોઈ ફાઇટર જેટને નુકસાન થવાના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


