Pakistan News: શાહબાઝ સરકારે Imran Khanને આપી નવી ઓફર, જાણો શું છે મામલો?
આ સમજૂતિ જો પાકિસ્તાનમાં લાગૂ થાય તો સેનાની ભમિકા સીમિત થઇ જશે.
ઇમરાન ખાનને અપાઇ ઓફર
પાકિસ્તાનમાં સેનાને નબળી પાડવામાં માટે શાહબાઝ શરીફની સરકાર ઇમરાન ખાનની સાથે કામ કરવા તૈયાર છે. પીએમના સલાહકાર રાણા સનાઉલ્લાહે સદનમાં આ મામલે પીટીઆઇને ઓફર આપ્યો છે. સનાઉલ્લાહએ કહ્યુ હતુ કે, તમે લોકો આગળ આવો આપણે સાથે મળીને કામ કરીશું. અમે પણ સાથે મળીને લોકતંત્ર ચાર્ટર 2006 પર હસ્તાક્ષર કર્યા છે. અને પાકિસ્તાનમાં લોકતંત્રની સ્થિતિને સુધારવા માટે કામ કરે છે.
નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોના હસ્તાક્ષર
વિપક્ષના નેતાએ ઇમરાન ખાનને જેલમુક્ત કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે. તેના પર સનાઉલ્લાહે જણાવ્યુ હતુ કે, આગળ આવીને લોકતંત્ર ચાર્ટર 2006 પર સાઇન કરો. સનાઉલ્લાહના આ એલાન બાદ સંસદમાં હલચલ તેજ થઇ ગઇ છે. 2006માં સેનાને કમજોર કરવાના ઇરાદાથી નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોએ મળીને લોકતંત્ર ચાર્ટર તૈયાર કર્યુ હતુ. સનાઉલ્લાહના પાકિસ્તાનમાં લોકતંત્ર ચાર્ટર 2006ના નામથી ઓળખાય છે. લંડનમાં એ સમયે નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
લોકતંત્ર ચાર્ટર 2006નું મહત્ત્વ
લોકતંત્ર ચાર્ટર 2006 મુજબ સેનાને રાજનીતિથી દૂર રાખવાની હતી. સેના પાકિસ્તાનની રાજનીતિમાં હસ્તક્ષેપ ન કરે. તેના ઉપાય પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પીએમ પદને મજબૂત કરવા માટે પણ પ્રસ્તાવ મુકાયો હતો. તો ચાર્ટરમાં ફ્રી એન્ડ ફેયર ચૂંટણી કરાવવા માટે જાહેરાત કરી હતી. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં આ ચાર્ટર ઇસ્લામાબાદમાં ધૂળ ખાઇ રહ્યુ છે. પાકિસ્તાનના રાજકારણમાં સેના પહેલાથી મજબૂત રહી છે. અને સેના પ્રમુખ આસિમને પહેલાથી જ આજીવનની સુરક્ષા મળી છે.
આ પણ વાંચોઃ Imran Khanને જેલમાંથી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, આંખોના સારવાર માટે અપાયુ ઇન્જેક્શન
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

