PM Modi Israel Visit 2026: શિક્ષા અને એઆઇ મુદ્દે બન્ને દેશ વચ્ચે કરાઇ સમજૂતિ

Last Updated: February 26, 2026By

એઆઇથી લઇને સંરક્ષણ ક્ષેત્ર સુધી ભારત અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક કરાર કરાયા છે.

ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા

ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થઇ હતી. બન્ને દેશ વચ્ચે મહત્ત્વના ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા છે. ઉત્પાદન ક્ષેત્રે બન્ને દેશે એમઓયુ કર્યા છે. પીએમ મોદી અને નેતન્યાહૂએ વિજ્ઞાન, કૃષિ અને સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દા પર MoU કર્યા હતા. પીએમ મોદીના બે દિવસીય ઇઝરાયલ પ્રવાસ દરમિયાન રક્ષા, અંતરિક્ષ, સાઇબર સુરક્ષા અને જળ પ્રબંધન જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતિ દર્શાવવામાં આવી છે.

નેતન્યાહૂનુ ભાવુક સંબોધન

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ પીએમ મોદી માટે ભાવુક સંબોધન કર્યુ હતુ. તેઓએ પીએમ મોદીની બે દિવસીય યાત્રાને ઐતિહાસિક ગણાવી છે. અને આ યાત્રાને અદ્દભુત કહ્યુ છે. નેતન્યાહૂએ પોતાના આગામી વિઝનને પ્રકાશિત કરતા કહ્યુ હતુ કે, ‘પ્રિસિઝન એગ્રીકલ્ચર’ અને ‘પ્રિસિઝન એજ્યુકેશન’ની વાત કરી હતી. તેઓએ શિક્ષણ અને ટેક્નોલોજી અંગે જણાવ્યુ હતુ કે, જેમ છોડને લીલોછમ રાખવા માટે પુરતા પાણી અને ખાતરની જરુર હોય છે. તેમ વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવા માટે એઆઇ અને સોફ્ટવેયરની જરુર છે.

પીએમ મોદીએ માન્યો આભાર

સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, તેઓ જલ્દી જ ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ને આકાર આપશે. મારુ અને મારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યુ સ્વાગત કરવા માટે આભાર માન્યો હતો. નવ વર્ષ પહેલા તેઓ ઇઝરાયલ આવ્યા હોવાનું પીએમ મોદીએ કહ્યુ હતુ. અને નવ વર્ષ બાદ ફરી તેઓ ઇઝરાયલની ધરતી પર આવ્યા છે. તે તેમના માટે ગર્વની વાત છે. પીએમ મોદીએ ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવા માટે આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, આ અવોર્ડ ભારતીયો અને ભારત-ઇઝરાયલની દોસ્તીને સમર્પિત કરે છે.

 

આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: પીએમ મોદીએ ઇઝરાયલની સંસદથી પાંચ મુદ્દામાં વિશ્વને આપ્યો સ્પષ્ટ સંદેશ, જાણો